હિનાએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો, કહ્યું- 'ભીખ માંગવા કરતા સારું છે કે...'

PC: zeenews.com

પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે જણાવ્યું કે તેમના દેશમાં આર્થિક, રાજનીતિક અથવા સૈન્ય રૂપથી અમેરિકા પર આધારભૂત રહ્યા કરતા ભારત અને અન્ય પાડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવા જોઈએ. હિનાએ શનિવારે 'થિંક ફેસ્ટ'માં અમેરિકા - પાકિસ્તાન સંબંધો પર જણાવ્યું કે પાકિસ્તાને હમેશા પોતાના પૂર્ણ રાજનીતિક ભાગીદાર હોવાની કલ્પના કરી છે, જે દૂરની વાત છે. 'ડોન'માં રવિવારે આવેલા એક સમાચાર અનુસાર, પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન પોતાના બંને હાથોમાં ભિક્ષાવૃત્તિનું પાત્ર રાખીને સમ્માન હાંસલ કરી શકતા નથી.

પાકિસ્તાનની પ્રથમ મહિલા વિદેશ મંત્રી (2011-2013) રહી ચૂકેલી હિનાએ કહ્યું કે પાકિસ્તાનનો સંબંધ અમેરિકાની જગ્યાએ અફઘાનિસ્તાન, ભારત, ઈરાન અને ચીન સાથે હોવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાને એટલું મહત્વ આપવાની જરૂર નથી જેટલું પાકિસ્તાન આપી રહી છે કારણ કે અમારી અર્થવ્યવસ્થા અમેરિકાના સહયોગ પર નિર્ભર નથી, જેવું વ્યાપક રૂપથી માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે તેમના જ કાર્યકાલ દરમિયાન અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબટાબાદમાં મે 2011માં એક અમેરિકી સૈન્ય અભિયાનમાં માર્યા ગયા હતા. હિનાએ કહ્યું કે પાકિસ્તાનને અમેરિકાથી વધુ આશા ન રાખવી જોઈએ. તેમણે આ પણ કહ્યું કે પાકિસ્તાનને અફઘાન યુદ્ધથી બહાર નીકળી જવું જોઈએ. 17 વર્ષોથી ચાલતા આ યુદ્ધમાં પાકને સર્વાધિક નુકસાન ઉઠાવવું પડ્યું છે.

તમને જણાવી દઈએ કે હિનાના આવા નિવેદનો પ્રથમ વખત નથી આવ્યા. આ પહેલા પણ તે ઘણીવાર ભારત અને પાકિસ્તાનના સંબંધો પર બોલી ચૂકી છે. તેમણે આ પહેલા કાશ્મીર પર પાકિસ્તાનને અરીસો બતાવતા કહ્યું કે 'પાકિસ્તાન ભારતથી લડીને કાશ્મીર જીતી શકશે નહીં, આ મુદ્દાનો ઉકેલ પરસ્પર વિશ્વાસનું વાતાવરણ રાખીને જ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp