રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પર પાક.ને લાગ્યું મરચું, જ્ઞાનવાપી અને મથુરા પર બફાટ

PC: indiatoday.in

અયોધ્યામાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાના આવવાથી ન માત્ર દેશમાં, પરંતુ દુનિયાભરના દેશોમાં ઉલ્લાસ છે. ન્યૂયોર્કથી લઈને સિડની સુધી ભગવાન રામના અભિષેકને લઈને ખુશી મનાવવામાં આવી, પરંતુ આપણાં પાડોશી દેશ પાકિસ્તાનને ભગવાન રામનું પોતાની જન્મભૂમિ પર પાછા બિરાજમાન થવાનું સહન થઈ રહ્યું નથી. પાકિસ્તાનની સરકારે રામ મંદિરના ઉદ્વઘાટનની નિંદા કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, રામ મંદિરનું ઉદ્વઘાટન વધતા બહુસંખ્યકવાદના સંકેત છે.

પાકિસ્તાનન વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ચરમપંથીઓની ભીડે બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી દીધી હતી. એ દુર્ભાગ્ય છે કે ભારતની સુપ્રીમ કોર્ટે ન માત્ર આ ધ્રૃણિત કૃત્ય માટે જવાબદાર ગુનેગારોને છોડી દીધા, પરંતુ ધ્વસ્ત કરવામાં આવેલી મસ્જિદની જગ્યાએ મંદિર નિર્માણની પણ મંજૂરી આપી દીધી.' ઉલ્લેખનીય છે કે, કંગાળીના કિનારે ઊભા પાકિસ્તાનની રુચિ બીજા દેશોની ગતિવિધિઓ પર ખાસ છે. પાકિસ્તાન પોતાના દેશમાં શું થઈ રહ્યું છે, તેના માટે ત્યાંના ઉચ્ચ નેતાઓની આંખો પર પટ્ટી બાંધી રાખી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 31 વર્ષોના વિવાદના કારણે આજનો રામ મંદિરનો સમારોહ થયો, એ ભારતમાં વધતા બહુસંખ્યકવાદના સંકેત છે. એ ભારતીય મુસ્લિમોના સામાજિક, આર્થિક અને રાજનીતિક સ્તર પર હાશિયા પર ધકેલી દેવાનો પ્રયાસ છે.' પાકિસ્તાને એવો પણ દાવો કર્યો કે, મસ્જિદની જગ્યાએ મંદિર ભારતના લોકતંત્ર પર ધબ્બો છે. પાકિસ્તાને કહ્યું કે, વિશેષ રૂપે વારાણસીમાં જ્ઞાનવાપી અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ સહિત ઘણી મસ્જિદોની લિસ્ટ વધતી જઇ રહી છે જે વિનાસની કગાર પર છે.

અયોધ્યામાં સોમવારે થયેલા પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવવા માટે રામ ભક્તો અને ભારતીય સમુદાયના સભ્ય ન્યૂયોર્કના પ્રતિષ્ઠિત ટાઇમ્સ સ્ક્વેર સહિત દુનિયાભરમાં વિભિન્ન સ્થળો પર એકત્ર થયા, પ્રાર્થનાઓ કરી. કાર રેલી કાઢી અને અન્ય ધાર્મિક કાર્યક્રમ આયોજિત કર્યા. અમેરિકામાં ન્યૂયોર્ક ટાઇમ્સ સ્ક્વેર પર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો એકત્ર થયા. તેમણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું સીધું પ્રસારણ જોયું. લોકોને પારંપારિક પોષક પહેરવા, નૃત્ય કરતા, ભજન અને અન્ય ગીત ગાતા નજરે પડ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp