પાકિસ્તાનમાં પ્લાસ્ટિકની થેલીઓમાં વેચાઇ રહી છે કૂકિંગ ગેસ, હરતા-ફરતા બોમ્બ સમાન

PC: twitter.com/ghulamabbasshah

જો અમે તમને પૂછીએ કે બજારથી પ્લાસ્ટિકની થેલીઓમાં શું લઇને આવ્યા છો? તો તમે કહેશો કે લોટ, ચોખા કે રાશન સાથે જોડાયેલી વસ્તુઓ, પરંતુ શું તમે ક્યારેય પ્લાસ્ટિકની થેલીમાં કોઇને LPG લઇ જતા જોયા છે. નહીં બરાબર ને? પરંતુ પાકિસ્તાનમાં આ હવે સામાન્ય થઇ ગયું છે. અહીં સૌથી વધુ ગેસ ઉત્પાદક પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં પરેશાન લોકો થેલીઓમાં ગેસ ભરાવીને રસોઇ બનાવી રહ્યા છે. આ પ્રાંતમાં ગેસ સિલિન્ડર સામાન્ય લોકોની પહોંચથી દૂર છે. જાણકાર તેને હરતો-ફરતો બોમ્બ કહી રહ્યા છે.

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક તંગીના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. પાકિસ્તાનમાં રસોઇ ગેસની કિંમત સામાન્ય લોકોની પહોંચથી ખૂબ દૂર થઇ ગઇ છે. આર્થિક સંકટ વચ્ચે સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને પ્લાસ્ટિકની થેલીઓમાં રસોઇ ગેસ વેચવા અને ખરીદવા પર મજબૂર કરી દીધા છે. અહીં પ્લાસ્ટિકની થેલીઓમાં જમા રસોઇ ગેસ વેંચવામાં આવી રહી છે. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં એ ખૂબ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. અહીં લોકો LPG સિલિન્ડર ખરીદવાની જગ્યાએ નાની-નાની થેલીઓમાં થોડી ગેસ ભરાવીને તેનાથી રસોઇ બનાવવા માટે મજબૂર છે.

પાકિસ્તાનનાં વધતી મોંઘવારીના સમયમાં ગેસ ભંડારની કમી આવી છે. ઘટતા ગેસ ભંડારે અધિકારીઓને ઘરો, ફિલિંગ સ્ટેશનો અને ઔદ્યોગિક એકાઇઓને વપરાશ ઓછો કરવા મજબૂર કરી દીધા છે. એક મોટી વસ્તી પાસે ગેસ કનેક્શન નથી. ગેસની કમી અને ઉચ્ચ દરો પર મળી રહેલી કૂકિંગ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પણ એક મોટું કારણ છે કે, લોકો એવી રીતો અપનાવવા મજબૂર છે. સિલિન્ડર ઊંચી કિંમત તેને લોકો માટે વધુ મુશ્કેલ બનાવી રહી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, ખૈબર પખ્તૂનખ્વાના કરાક જિલ્લામાં વર્ષ 2007થી લોકોને ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા નથી.

તો પાડોશન હાંગૂ જિલ્લાની સપ્લાઇ લાઇનથી ગેસ મળે છે તે પણ છેલ્લા 2 વર્ષોથી તૂટેલી પડી છે, જે જગ્યાએ પાઇપ તૂટેલા છે ત્યાં લોકો 2 કલાક લાંબી લાઇનોમાં લગીને પ્લાસ્ટિકની થેલીમાં ગેસ ભરીને લઇ જાય છે. ગેસ પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલી દુકાનોમાં પ્લાસ્ટિકની થેલીઓમાં એક કંપ્રેશરની મદદથી 2 કિલો, 3 કિલોગ્રામના હિસાબે LPG ભરવામાં આવે છે. આ થેલીઓના મોઢા પર નોલેજ અને વાલ્વને ટાઇટ કરીને લગાવી દેવામાં આવે છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ 3-4 કિલોગ્રામ ગેસની થેલી ભરવામાં એક કલાકનો સમય લાગે છે. LPGથી ભરેલી આ ગેસની થેલીઓ પછી લોકોને વેચી દેવામાં આવે છે, જે પોતાની રસોઇઓમાં એક નાના ઇલેક્ટ્રિક સેક્શન પંપની મદદથી આ થેલીઓને ગેસ સિલિન્ડરની જેમ યુઝ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp