બાલાકોટ એર સ્ટ્રાઇકથી વ્યથિત પાકિસ્તાને PM મોદીની UNમા કરી ફરિયાદ

PC: news18.com

પાકિસ્તાને બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક સામે સંયુક્ત રાષ્ટ્રન પર્યાવરણ પ્રમુખને પત્ર લખીને ફરિયાદ કરી છે. પાકિસ્તાને આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા ‘ચેમ્પિયન ઓફ અર્થ’ પુરસ્કારને પણ પરત લઇ લેવા માટે માગ કરી છે.

પાકિસ્તાને આ પત્રમાં કહ્યું છે કે ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી જેને લીધે જંગલને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘણાં ઝાડ નષ્ટ થયા છે. એવામાં ભારત પર કાર્યવાહી થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબર 2018ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ PM નરેન્દ્ર મોદીને ‘ચેમ્પિયન ઓફ અર્થ’ પુરસ્કારથી સન્માન આપવામાં આવ્યું હતું.

PM મોદીને કેમ મળ્યો હતો આ પુરસ્કાર?

સંયુક્ત રાષ્ટ્રએ PM મોદીને પર્યાવરણ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલાઓ ભરવા માટે આ ખિતાબથી નવાડજ્યા હતા. UN ચીફ ગુટરેસે PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને આ ખિતાબથી સન્માન્યા હતા. ભારત અને ફ્રાન્સે 2015 માં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ દરમિયાન જળવાયુ સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોદીએ ફ્રાન્સના તે સમયના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ સાથે COP 2015 દરમિયાન ISA  લોન્ચ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp