પાકિસ્તાનની આ મહિલા દરેક જુમ્મા પર બને છે દુલ્હન,કારણ જાણીને થઈ જશો ભાવુક

PC: indiatv.in

દુનિયાની દરેક છોકરીની એ ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં એક વખત દુલ્હન જરૂર બને. ઘણી છોકરીઓને તો અન્ય પણ અવસર મળી જાય છે, જ્યારે તે દુલ્હન બને છે. પરંતુ આજે અમે આ આર્ટિકલમાં એક એવી મહિલા અંગે બતાવવા જઇ રહ્યા છીએ જે દરેક જુમ્મા પર એટલે કે શુક્રવારે દુલ્હન બને છે. આ મહિલા કોણ છે અને તે એમ શા માટે કરે છે, તેની પાછળની કહાની પણ અમે તમને બતાવીશું. આ મહિલાનું નામ હીરા જીશાન છે અને એ મૂળ રૂપે પાકિસ્તાનના લાહોરના પંજાબ પ્રાંતની રહેવાસી છે.

44 વર્ષીય હીરા જીશાન છેલ્લા 19 વર્ષથી દર શુક્રવારે દુલ્હનની જેમ સાજ શણગાર કરીને પહોંચી રહી છે. તેની પાછળ કારણ એ છે કે 19 વર્ષ અગાઉ તેની માતા બીમાર હતી અને મરવા અગાઉ ઇચ્છતી હતી કે તેની દીકરીના લગ્ન તેની આંખો સામે થઈ જાય. માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે હીરા જીશાને એ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા જે તેની માતાને લોહી આપવા આવ્યો હતો.

પછી માતાની આંખો સામે હૉસ્પિટલમાં જ હીરા જીશાનના લગ્ન થયા અને રિક્ષામાં તેની વિદાઇ કરવામાં આવી. જો કે, થોડા દિવસ બાદ હીરા જીશાનની માતાનું નિધન થઈ ગયું. લગ્નના દિવસ વિતતા ગયા અને હીરા જીશાનને પોતાના પતિથી 6 બાળકો થયા. તેના 6 બાળકોમાંથી 2 બાળકોના મોત થઈ ગયા, જેથી તે ડિપ્રેશનમાં જતી રહી. ડિપ્રેશનથી બહાર આવવા માટે હીરા જીશાન દર શુક્રવાર દુલ્હનની જેમ સજવા લાગી.

આ વસ્તુથી તેને ખૂબ ખૂબ ખુશી મળતી હતી અને તેનું એકલાપણું પણ દૂર થઈ જતું હતું કેમ કે હીરા જીશાનનો પતિ લંડનમાં રહે છે. હીરાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષોમાં એક શુક્રવાર એવો ગયો નથી, જ્યારે તેણે પોતાને દુલ્હનની જેમ સજાવી ન હોય.તેના માટે તે હાથોમાં મહેંદી લગાવે છે અને લાલ જોડું પહેરે છે. તેની સાથે જ લગ્નના બધા ઘરેણાં પહેરીને પોતાને તૈયાર કરે છે. શુક્રવારના દિવસે તે આખો દિવસ આ પ્રકારે તૈયાર અને સજી ધજીને રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp