વર્ષોથી નથી ઝપકાવી પાંપણો, સુંદર દેખાવાના ઝનૂને તબાહ કરી દીધી વૃદ્ધની જિંદગી

PC: dailystar.co.uk

દરેક સુંદર દેખાવા માગે છે. કેટલાક લોકો પોતાના રંગને નિખારવા માટે તમામ ક્રીમ અને મેકઅપનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલાક લોકો તો હદ જ પાર કરી દે છે એટલે તેઓ સુંદર દેખાવા માટે કોસ્મેટિક સર્જરી કરાવતા પણ ખચકાતા નથી. જો કે, મોટા ભાગના કેસોમાં કોસ્મેટિક સર્જરીને ખરાબ રીતે ફેલ થતા જોવા મળી છે. એ જ પ્રકારે એક વૃદ્ધે સુંદર દેખાવા માટે જે મૂરખાઈ કરી તેને ન તો પૂરી રીતે સારી કરી શકાય છે અને ન પછતાવાથી કોઈ ફાયદો છે.

81 વર્ષીય Pete Broadhurst, ન તો 4 વર્ષ સુધી એક મિનિટ માટે પણ ઊંઘી શક્યો. ન તેણે પોતાની પાંપણો ઝપકાવી કે એમ કહો તે ઈચ્છતો હોવા છતા પણ એમ કરી શક્યો નથી. Pete Broadhurstને પોતાના લટકેલા ગાલ જરાય પસંદ નહોતા અને આ જ કારણ છે કે તેણે વર્ષ 2019માં કોસ્મેટિક સર્જરીથી તેને પોતાના હિસાબે સારા કરાવવાનો નિર્ણય લીધો, પરંતુ તેને જરાય અંદાજો નહોતો કે તે નિષ્ફળ થવા પર પરિણામ એટલું ખરાબ આવશે કે તેણે પોતાની આગામી જિંદગી માત્ર પછતાવા અને તકલીફ સાથે પસાર કરવી પડશે.

થયું જાણે એવું કે આ સર્જરીમાં ડૉક્ટરે તેના ચહેરા પરથી જરૂરિયાતથી વધારે ટિશૂ હટાવી દીધા. તેનું પરિણામ એ આવ્યું કે આજે Pete Broadhurst પોતાની પાંપણો પણ ઝપકાવવામાં અસમર્થ છે. પાંપણો ઝપકાવ્યા વિના અને ઊંઘ્યા વિના રહેવું કેટલું મુશ્કેલ છે એ કોઈ પણ સમજી શકે છે. Pete Broadhurstએ જણાવ્યું કે, વર્ષ 1959માં ડેન્ટલ પ્રૉબ્લેમના કારણે તેના ગાલ મોટા થઈ ગયા હતા. હું એક મહિલા સાથે સંબંધમાં હતો અને એક દિવસે જ્યારે તે મને છોડીને જવા લાગી તો મેં કહ્યું કે, આપણી પાસે બધુ તો છે તું શા માટે એમ કરી રહી છે?

તો તેણે જવાબ આપ્યો કે જઈને કાચમાં જોઈ લે તો સમજી જઈશ કે હું તને છોડીને કેમ જઈ રહી છું. તેનાથી હું નિરાશ થઈ ગયો અને હંમેશાંથી પોતાને સુંદર બનાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. તો વર્ષ 2019ની 9 કલાકની સર્જરી બાદ જ્યારે હું પોતાને જોઈને ખુશ થવા માગતો હતો તો ખબર પડી કે હું તબાહ થઈ ચૂક્યો છું. તેના સર્જને તેના ગાલોની ત્વચાને તેની પાંપણો સાથે મળાવવામાં મદદ કરવા માટે સ્કીન ગ્રાફ્ટ માટે ક્યાંક દૂર મફત સુધારાત્મક સર્જરીની વ્યવસ્થા કરી.

પછી 13 મે 2019ના રોજ તેની એક કલાક સુધી સર્જરી થઈ, છતા સમસ્યા દૂર ન થઈ. Pete Broadhurstનું કહેવું છે કે, તેને દિવસમાં 8 વખત આઈ ડ્રોપ નાખવાની સલાહ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જ્યારે તે ઊંઘે તો પોતાની આંખોની ચારેય તરફ એક ગરમ રૂમાલ લપેટે. જો કે આ બધુ પણ બેકાર સાબિત થયું. અંતે જુલાઇ 2023માં Pete Broadhurst પોતાની આંખો સારી કરાવવા માટે થાઇલેન્ડની ઓરિજિન ક્લિનિક ગયો. અહી સારવાર બાદ હવે તે સારી રીતે જોઈ શકે છે અને ઊંઘી શકે છે. Pete Broadhurst પૂરી રીતે સારો થયો નથી, બસ પહેલાથી થોડો સારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp