ધર્મના નામે લડતા લોકો જાણી લે, UAEના હિંદુ મંદિરે દુનિયાને મોટો મેસેજ આપ્યો છે

PC: twitter.com

UAEની રાજધાની અબુધાબીમાં બનેલા પહેલા હિંદુ મંદિરનું 14 ફેબ્રુઆરી 2024ના દિવસે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયું. આ હિંદુ મંદિરે દુનિયાને એક મોટો મેસેજ આપ્યો છે. ધર્મના નામે લડતા લોકો માટે આ મંદિરનો સંદેશો એ છે કે મંદિરના નિર્માણમાં મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી, જૈન બધા જ સમાજના લોકોનું યોગદાન છે. ધર્મના નામ પર જો બધા સમાજના લોકો એકઠાં થાય તો આવા સુંદર મંદિરનું નિર્માણ થઇ શકે છે.

BAPS સંસ્થા દ્રારા અબુધાધીમાં શેખ જાયદ હાઇવે પાસે સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર માટે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાયદ અલ નાહયાને 27 એકર જમીન મંદિર બનાવવા માટે ભેટમાં આપી દીધી હતી. મંદિરના લીડ આર્કિટેક્ટ હતા ખ્રિસ્તી, પ્રોજેક્ટ મેનેજર શીખ, ડિઝાઇનર બૌદ્ધ ધર્મના હતા, કન્સ્ટ્રકશન કંપનીના માલિક પારસી અને કંપનીના ડાયરેકટર જૈન હતા. આ મંદિરમાં જોવા મળ્યું છે સર્વ ધર્મ સમભાવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp