પાકિસ્તાનમાં આ લોકોને ડ્યૂટી દરમિયાન રોઝા રાખવાની ના પાડી દેવાઈ

PC: enewsroom.in

પાકિસ્તાનની સરાકરી એરલાઇન PIAએ પોતાના પાયલટો અને ચાલક દળના સભ્યોને કહ્યું છે કે તેઓ રમઝાનના મહિનામાં ડ્યૂટી દરમિયાન રોજા ન રાખે. PIAએ તેની પાછળ ચિકિત્સા પરામર્શનો સંદર્ભ આપતા કહ્યું કે, રોજા (વ્રત) રાખવાથી વ્યક્તિને ડિહાઈડ્રેશન, આળસ અને ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે. કોર્પોરેટ સુરક્ષા મેનેજમેન્ટ અને ચાલક દળ ચિકિત્સા કેન્દ્ર બંનેએ જ ભલામણ કરી છે કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના પાયલટ અને ચાલક દળના સભ્યોએ ઉડાણ દરમિયાન રોજા રાખવા ન જોઈએ.

PIAના એક અધિકારીએ કહ્યું કે, આ ભલામણોના આધાર પર PIAના ઉચ્ચ મેનેજમેન્ટે તત્કાલીન પ્રભાવથી પાયલટ અને ચાલક દળના સભ્યોને અનુપાલનના આદેશ આપ્યા છે. આ ભલામણોના સંદર્ભે પાયલટ અને ચાલક દળના સભ્યોને કહેવામાં આવ્યું છે જ્યારે તેઓ ઇન્ટરનેશનલ કે ઘરેલુ ફ્લાઇટ માટે ડ્યૂટી પર હોય તો રોજા ન રાખે. વિમાન તપાસ બોર્ડની એક ટીમે મે 2020માં કરાંચી એરપોર્ટ પાસે એક રેસિડેન્શિયલ સોસાયટીના ભીડભાડવાળા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનની દુર્ઘટના પર ગયા મહિને પોતાના નિષ્કર્ષ જાહેર કર્યા હતા. બોર્ડે આ અકસ્માત માટે માનવીય ત્રુટીઓને જવાબદાર ઠેરવી હતી.

રિપોર્ટમાં PIA અને નાગરિક ઉડ્ડયન ઓથોરિટીને એ વાત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે કે ડ્યૂટી દરમિયાન પાયલટોઓ રમઝાનના મહિનામાં રોજા રાખવા જોઈએ કે નહીં. આ સંબંધમાં સ્પષ્ટ નિયમ નથી. PIA મેનેજમેન્ટે પોતાના આદેશમાં એ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ પાયલટ કે ક્રૂ મેમ્બર રોજા કરી રહ્યા છે તો તેને ફ્લાઇટમાં ચઢવાની મંજૂરી આપવામાં નહીં આવે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાજ શરીફે ગયા અઠવાડિયે, 15 જૂન અગાઉ PIAના ખાનગીકરણની મંજૂરી આપી દીધી છે.

પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ, 2022માં PIAના ત્રીજા સૌથી મોટા પબ્લિક સેક્ટરને નુકસાનમાં ચલાવનારી એકાઈ બની ગઈ છે, જેને માત્ર પોતાના દેવાની ભરપાઈ માટે દર મહિને 11.5 બિલિયન પાકિસ્તાની રૂપિયાની જરૂરિયાત હતી. PIAના ફાઇનાન્શિયલ રિપોર્ટ મુજબ, અમેરિકન ડોલરની તુલનમાં પાકિસ્તાની રૂપિયો નબળો પડવાના કારણે 2023ના પહેલા 6 મહિનામાં એરલાઇનને 60.71 અબજ રૂપિયાનું નુકસાન થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp