છોડ તમારો અવાજ અનુભવે છે જ્યારે તણાવ આવે અને કાપવામાં આવે ત્યારે ચીસો પાડે છે

PC: timesofisrael.com

છોડની સંવેદનશીલતાના વિવાદ વચ્ચે, વૈજ્ઞાનિકોએ તાજેતરના એક સંશોધનમાં શોધી કાઢ્યું છે કે ઝાડ અને છોડ તણાવ હેઠળ ચીસો પાડે છે, જે વાસ્તવમાં અલ્ટ્રાસોનિક ધ્વનિનો અવાજ છે. નવી શોધમાં જાણવા મળ્યું છે કે  જ્યારે છોડ તાણનો અનુભવ કરતા હોય ત્યારે ઘણી રીતે અવાજ કરે છે અને અન્ય જીવો સાથે વાતચીત પણ કરી શકે છે. જ્યારે તેમને કાપવામાં આવે છે ત્યારે છોડ રીતસરના ચિલ્લાઇ છે.

એવું કહેવાય છે કે જો તમે રોજ કોઈ છોડને કોસવાનું કામ કરો છો તો તે થોડા જ દિવસોમાં મુરઝાઇ જાય છે. આ પછી, ઘણી વખત વૈજ્ઞાનિક રીતે સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે છોડમાં પણ સંવેદના હોય છે. સામાન્ય રીતે વૃક્ષો અને છોડની સંવેદનાઓ ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે. પરંતુ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે છોડ પણ દર્દ મહેસુસ કરે છે અને ચિલ્લાઇ પણ છે. તનાવ અને કષ્ટની સ્થિતિમાં ઘણા અવાજો પણ કાઢે છે.

સેલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં, ઇઝરાયેલના 30 સંશોધકોએ શોધી કાઢ્યું છે કે તાણ હેઠળના છોડ એક વિશિષ્ટ અવાજ ઉત્સર્જન કરે છે અને આ અલ્ટ્રાસોનિક અવાજ પરપોટાના ફૂટવા જેવો જ હોય છે, પરંતુ આપણી સાંભળવાની ક્ષમતાની બહાર હોવાને કારણે આપણને એ અવાજ સંભળતો નથી. વૈજ્ઞાનિકોને ખાસ કરીને ટામેટા અને તમાકુના છોડમાં આ અવલોકન મળ્યું છે.એવા ઘણા પ્રાણીઓ છે જે આવા અવાજો સાંભળવામાં પણ સક્ષમ છે.

ઇઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટીના બાયોલોજિસ્ટ લીલાચ હદાની કહે છે કે આવા ઘણા ધ્વનિનું આદાન પ્રદાન શક્ય છે. છોડ હંમેશા જંતુઓ અને અન્ય પ્રાણીઓ સાથે "વાત" કરે છે, અને ઘણા પ્રાણીઓ આ અવાજોનો ઉપયોગ વાતચીત કરવા માટે કરે છે. સંશોધકોનું કહેવું છે કે આવી સ્થિતિમાં એવું વિચારવું યોગ્ય નહી હોય કે છોડ આવા ધ્વનિઓનો ઉપયોગ બિલકુલ નહીં કરતા હોય.

LILACH HADANY

તાણ અથવા દબાણ હેઠળ છોડ નિષ્ક્રિય અથવા સુષુપ્ત અવસ્થામાં આવી જતા નથી. વાસ્તવમાં તેમનામાં ઘણા નાટકીય બદલાવો આવે છે. આમાં ખૂબ જ શક્તિશાળી ગંધનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, તેઓ તેમનો રંગ અને આકાર પણ બદલી શકે છે. આ ફેરફારો નજીકના છોડ માટે જોખમનો સંકેત આપી શકે છે, છોડના સંરક્ષણને સક્રિય કરી શકે છે અથવા છોડને નુકસાન પહોંચાડી શકે તેવા જંતુઓ સાથે વ્યવહાર કરવા માટે અન્ય કીડાઓને આકર્ષી શકે છે.

સામાન્ય સંજોગોમાં, છોડ વધુ અવાજ કરતા નથી, મોટાભાગે તેઓ શાંત રહે છે. પરંતુ તાણ હેઠળ આ અવાજો વધુ અને મોટા થાય છે. બધી જાતિઓ આ અવાજો કાઢે છે. અને તે માત્ર ટામેટા અને તમાકુ સાથે જ જોવા મળ્યું નહોતુ, પરંતુ ઘઉં, મકાઈ, દ્રાક્ષ, કેક્ટસ જેવા ઘણા સામાન્ય છોડમાં સમાન લક્ષણો જોવા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp