તમારા લોહીમાં પણ હોઇ શકે છે પ્લાસ્ટિક, 80 ટકા લોકોમાં મળ્યું માઈક્રોપ્લાસ્ટિક

PC: eia-international.org

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવા અને ઉપયોગ ન કરવા માટે સમગ્ર દુનિયામાં અલગ-અલગ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે સમુદ્રી જીવોના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક પહોંચી રહ્યું છે, જેના કારણે સમુદ્રી જીવોના અચાનક મૃત્યુ થઇ રહ્યા છે. આ જ કારણે અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહની સમુદ્રી ગાય કહેવામાં આવતી ડુગોંગ સ્તનપાયીની પણ સિંગાપુરમાં મૃત્યુ થઇ હતી. આ માછલી દુર્લભ પ્રજાતિની છે અને વિલુપ્ત થવાની દિશામાં છે.

હવે એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, વ્યક્તિઓના લોહીમાં પણ પ્લાસ્ટિકના કણ મળ્યા છે. રિસર્ચના મુજબ 77 ટકા લોકોના લોહીમાં માઈક્રો-પ્લાસ્ટિક મળ્યું છે. ડચ વૈજ્ઞાનિકોના પણ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, પ્લાસ્ટિકના સૌથી ચર્ચિત રૂપ એટલે કે, પોલીથાઈલીન ટેરોપ્થેલેટના કણ વ્યક્તિના લોહીમાં ઉપસ્થિત છે. PETનો ઉપયોગ સામાન્ય રીતે પાણીની બોટલ, ખાવાનું સામાન અને કપડાઓની પેકિંગમાં કરવામાં આવે છે.

આ રિસર્ચ સાચે જ ચિંતાનો વિષય છે. કેમ કે આનાથી સ્પષ્ટ થાય છે કે, લોકોને શ્વસન ક્રિયા અને ખાવાના માધ્યમથી પ્લાસ્ટિકના કણ તેમના શરીરમાં જઈ રહ્યા છે. આટલું જ નહીં પ્લાસ્ટિક લોહીમાં મિક્સ થવાથી ક્રોનિક ઇન્ફ્લામેશનની ફરિયાદ વધી શકે છે. આ અધ્યયનમાં શામેલ 22 લોકોના લોહીના નમૂનાઓનું પાંચ રીતે તપાસ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીપ્રોપાઇલીન, પોલીસ્ટ્રીન, પોલીમિથાઈલ મેથાક્રાયલેટ, પોલીથાઈલિન અને પોલીથાઈલિન ટેરિપ્થેલેટ શામેલ છે.

આના પરિણામોને વૈજ્ઞાનિકોએ આશ્ચર્યચકિત કર્યું છે. 22 લોકોના લોહીના નમૂનાઓમાંથી 17 લોકોના લોહીમાં પ્લાસ્ટિક મળ્યું છે. લોહીના નમૂનાઓમાં PET પછી બીજા નંબરે સૌથી વધુ પ્લાસ્ટિક પોલીસ્ટાઈરિન પણ મળ્યું છે. આ ઉપરાંત, ત્રીજા નંબરે વૈજ્ઞાનિકોને પોલીથાયલિન મળ્યું, જેનો ઉપયોગ પ્લાસ્ટિકના બેગ બનાવવામાં થાય છે. રિસર્ચ મુજબ પોલીથાઈલિન, ટેરીપ્થેલેટની માત્રા પરીક્ષણ કરાયેલા 50 ટકા લોકોમાં મળી આવ્યું અને પોલીસ્ટીરીન 36 ટકા લોકોના લોહીમાં ઉપસ્થિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp