ટ્રમ્પ સાથે બનેલી ઘટના બાદ PM મોદીની ટ્વીટ- સખત નિંદા કરું છું, રાજકારણ...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે. PM નરેન્દ્ર મોદીએ આજે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની નિંદા કરી છે. PMએ X પર પોસ્ટ કર્યું હતું કે, મારા મિત્ર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાથી ખૂબ જ ચિંતિત છું. આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. અમારી સંવેદનાઓ અને પ્રાર્થના મૃતકોના પરિવાર, ઘાયલ થયેલા લોકો અને અમેરિકન લોકો સાથે છે.
‘સરેન્ડર નહીં કરું’, ઇજાગ્રસ્ત ટ્રમ્પે ભરી હુંકાર, સમર્થકોને કહ્યું- ચૂંટણી...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો. આ દરમિયાન તેઓ બાલ બાલ બચી ગયા. હુમલાવરે ગોળીબારી કરતા તેમના પર હુમલો કર્યો અને ટ્રમ્પના કાનમાં ગોળી લાગતા નીકળી ગઈ અને તેમના ચહેરા સુધી લોહી વહી આવ્યું. ઇજાગ્રસ્ત થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા અને થોડા સમયમાં તેમને રજા આપી દેવામાં આવી. હવે તેમણે ટેક્સ્ટ મેસેજના માધ્યમથી જણાવ્યું કે, તેઓ આ ઘટનાથી પાછળ હટવાના નથી અને આગળની લડાઈ ચાલુ રાખશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને મોકલેલા એક સંક્ષિપ્ત ઈ-મેલ મેસેજમાં વાયદો કર્યો કે ભલે કંઇ પણ થઈ જાય, તેઓ પોતાનું પ્રેસિડેન્ટ કેમ્પેન ચાલુ રાખશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું અત્યારે પણ સરેન્ડર નહીં કરું.’ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબારીની આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ છે, જેમાં જોઈ શકાય છે કે તેઓ ભાષણ આપી રહ્યા છે ત્યારે જ ગોળીઓ ચાલવા લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જમણા હાથથી કાન ઢાંકે છે અને ડાયસ પાછળ ઝૂકી જાય છે.
સિક્રેટ સર્વિસ એજન્ટ્સ તાત્કાલિક નજીક પહોંચે છે. ટ્રમ્પ ડાયસની પાછળથી ઉઠે છે અને રેલીમાં આવેલા લોકોને મૂઠી ભિંચીને સાહસનો સંદેશ આપે છે. તેમાં જમણા કાન અને ચહેરા પર લોહી નજરે પડી રહ્યું છે. આ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ’ પર પહેલી પ્રતિક્રિયા આપી છે. US સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થની ગૂગ્લિલ્મીએ કહ્યું કે, ઘટના સ્થાનિક સમયાનુસાર સાંજે લગભગ 6:15 વાગ્યે થઈ, જ્યારે શંકાસ્પદ શૂટરે રેલી સ્થળ બહાર એક ઊંચી જગ્યા પરથી મંચ તરફ ગોળી ચલાવી US સિક્રેટ સર્વિસના એજન્ટ્સે હુમલવારને ઠાર કર્યો.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને 2 ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને સિક્રેટ સર્વિસ FBIને આ બાબતે સૂચિત કરી દેવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના મિલ્વોકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનની શરૂઆતથી 2 દિવસ અગાઉ થઈ, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ ઔપચારિક રૂપે પાર્ટીના ઉમેદવાર બનશે.
બીવર કાઉન્ટી રિપબ્લિકન પાર્ટીના ઉપાધ્યક્ષ રિકી એલ્મોર, ટ્રમ્પ સામે વિશેષ અતિથિઓ માટે બનેલા એક સેક્શન બેઠા હતા, ત્યારે તેમણે ફટકડાઓ જેવો અવાજ સાંભળ્યો. તેમણે કહ્યું કે, દરેક હેરાન હતું અને એવું લાગ્યું કે એ અસલી ગોળીઓ ચાલી છે. મેં બૂમ પાડીને કહ્યું નીચે ઉતરો. ત્યારબાદ સિક્રેટ સર્વિસના એજન્ટ્સે ટ્રમ્પને મંચ પરથી નીચે ઉતાર્યા અને સાંભળ્યું કે, ભીડમાં કોઈ ડૉક્ટરને બોલવવાની અવાજ લગાવી રહ્યું છે.
એલ્મોરને સેનામાં રહેવા દરમિયાન પ્રાથમિક સારવાર અને CPR બાબતે જાણકારી હતી અને તેમને ખબર હતી કે કોઈ ડૉક્ટર મદદ માટે તાત્કાલિક નહીં પહોંચી શકે. તેમણે પોતાની ટાઈ ઉતારી અને બેરિકેડને ઓળંગીને ત્યાં પહોંચ્યા, જ્યાં વ્યક્તિ અવાજ લગાવી રહ્યો હતો. એલ્મોરે જોયું કે તેના માથામાં ગોળી લાગી છે. તેમણે પીડિતનું માથું પકડયું, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. તે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp