PM મોદીના 'મિત્ર' નવીન રામગુલામ બન્યા મોરેશિયસના PM, બિહાર સાથે છે ખાસ જોડાણ

PC: amarujala.com

PM નરેન્દ્ર મોદીએ સોમવારે નવીન રામગુલામ સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ બંને દેશો વચ્ચેની 'વિશેષ અને અનન્ય ભાગીદારી'ને આગળ વધારવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છે. મોરેશિયસના વર્તમાન PM પ્રવિંદ જુગનાથના ગઠબંધન L'Aliance Lepapeને ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

મોરેશિયસના PM પ્રવિંદ જગનાથને સંસદીય ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે, તેમનું ગઠબંધન હાર તરફ આગળ વધી રહ્યું છે. તેઓ 2017થી દેશના PM હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું. 'તેમનું ગઠબંધન મોટી હાર તરફ આગળ વધી રહ્યું છે. મારા દેશ માટે હું જે પણ કરી શકતો હતો, તે મેં કરી બતાવ્યો છે. જનતાએ બીજી ટીમને પસંદ કરવાનું નક્કી કર્યું છે. હું દેશને શુભેચ્છા પાઠવું છું.'

અહેવાલો અનુસાર, એલાયન્સ ઓફ ચેન્જના નેતા નવીન રામગુલામ (77) હિંદ મહાસાગરમાં આ દ્વીપસમૂહના આગામી નેતા બનવા જઈ રહ્યા છે. આ પછી PM નરેન્દ્ર મોદીએ ફોન પર ડૉ.નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, 'મારા મિત્ર નવીન રામગુલામ સાથે ઉષ્માભરી વાતચીત કરી અને ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા. મેં તેમને મોરેશિયસનું નેતૃત્વ કરવામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. હું અમારી વિશેષ અને અનન્ય ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા આતુર છું.'

ડૉ. નવીન રામગુલામ તેમના ગઠબંધન અલાયન્સ ઑફ ચેન્જના વડા તરીકે ત્રીજી વખત મોરેશિયસના PM તરીકે શપથ લેશે. PM મોદીએ જે રીતે તેમને પોતાના મિત્ર તરીકે સંબોધ્યા છે, તે મોરેશિયસ અને ભારત વચ્ચેની મિત્રતાની ઊંડાઈ પણ દર્શાવે છે.

આ ઉપરાંત, ડૉ.નવીન રામગુલામનું ભારતના રાજ્ય બિહાર સાથે પણ ખાસ જોડાણ છે. ખરેખર, મોરેશિયસના નવા ચૂંટાયેલા PM નવીન રામગુલામના પૂર્વજો બિહારના રહેવાસી હતા. 1800ના દાયકામાં, તેમના પૂર્વજો હરિગાંવ, ભોજપુર, બિહારમાં રહેતા હતા. ત્યાર પછી તેઓ મોરેશિયસ નીકળી ગયા હતા. ત્યારથી તેમનો પરિવાર ત્યાં જ રહે છે. અહીં તમને જણાવી દઈએ કે, મોરેશિયસમાં એવા ઘણા લોકો રહે છે જેનું બિહાર સાથે કનેક્શન છે. બિહારી લોકો મોરેશિયસમાં ઘણા મોટા હોદ્દા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp