ટ્રુડોની ખુરશી જવાની લાગે છે, આ તારીખ પહેલા રાજીનામું આપવા સાંસદોનું અલ્ટિમેટમ

PC: rightnewsindia.com

એક તરફ, PM જસ્ટિન ટ્રુડો કેનેડા અને ભારત વચ્ચે ખરાબ રીતે અટવાયેલા છે અને દરેક જગ્યાએ શરમનો સામનો કરી રહ્યા છે, તો બીજી બાજુ, તેમની પાર્ટીના સાંસદો તેમની વિરુદ્ધ થઇ ગયા છે, ભારત સાથેના વિવાદ વચ્ચે PM ટ્રુડોની પાર્ટીના સાંસદો એ તેમને અલ્ટીમેટમ આપી દીધું છે. પોતાના નવ વર્ષના કાર્યકાળના સૌથી ગંભીર રાજકીય પડકારોનો સામનો કરી રહેલા PM ટ્રુડોને હવે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. બુધવારે બંધ બારણે બેઠક દરમિયાન લિબરલ પાર્ટીના નારાજ સભ્યોએ તેમની નિરાશા વ્યક્ત કરી હતી. રિપોર્ટ અનુસાર, 24 સાંસદોએ એક પત્ર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં PM ટ્રુડોને 28 ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપવા વિનંતી કરવામાં આવી છે.

તેમની પાર્ટીના સાંસદોએ PM ટ્રુડોના નેતૃત્વ પ્રત્યે અસંતોષ અને પાર્ટીના નબળા મતદાન પરિણામોને તેમની રાજીનામાની માંગ પાછળનું કારણ ગણાવ્યું હતું. જોકે, ત્રણ કલાકની આ બેઠક પછી PM ટ્રુડો હસતાં હસતાં બહાર આવ્યા અને કહ્યું કે, 'લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે.' તેમણે આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરવાના તેમના ઈરાદાને વધુ સમર્થન આપ્યું હતું. PM ટ્રુડોના નજીકના સાથી ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું, 'ત્યાં જે કંઈ થઈ રહ્યું હતું... ખરેખર સાંસદોએ PMને સાચું કહેવા બાબતે હતું, પછી ભલેને તેમને તે સાંભળવું ગમતું હોય કે ન હોય.'

ન્યુફાઉન્ડલેન્ડના લિબરલ સાંસદ કેન મેકડોનાલ્ડે કહ્યું, 'તેમણે લોકોની વાત સાંભળવાનું શરૂ કરવાની જરૂર છે.' તેમણે કહ્યું કે તેમણે પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, જે જાહેર કરવામાં આવ્યા નથી. તે ઉપરાંત, મેકડોનાલ્ડ, જેઓ ફરીથી ચૂંટણી લડી રહ્યા નથી, તેમણે જણાવ્યું હતું કે, તેમના કેટલાક સાથીદારો કે જેઓ આગામી ચૂંટણીમાં ભાગ લેવાનું આયોજન કરી રહ્યા છે, તેઓ નબળા મતદાન નંબરો અને લિબરલ્સની ઘટી રહેલી લોકપ્રિયતાથી નર્વસ છે.

જ્યારે PM ટ્રુડોને પદ પરથી હાંકી કાઢવાનો કોઈ તાત્કાલિક ખતરો નથી, પરંતુ આ બેઠક તેમના નેતૃત્વમાં નિર્ણાયક ક્ષણને ચિહ્નિત કરે છે, કારણ કે ઘણા સાંસદોએ આગામી ચૂંટણી પહેલા ફેરફારોની હાકલ કરી છે, જે ઓક્ટોબર 2025 સુધીમાં યોજવી જોઈએ.

જૂન અને સપ્ટેમ્બરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં લિબરલ પાર્ટીએ તેની બે સૌથી સુરક્ષિત સંસદીય બેઠકો ગુમાવી હતી, ત્યાર પછી PM ટ્રુડોના રાજીનામાની માંગ જોર પકડી રહી છે. ઘણા સાંસદો આગામી ચૂંટણીની તૈયારીના અભાવને લઈને પણ ચિંતિત છે. ખાસ કરીને જ્યારે વોટિંગ ડેટા દર્શાવે છે કે, લિબરલ્સ કન્ઝર્વેટિવ્સથી પાછળ છે. 15 ઓક્ટોબરે હાથ ધરાયેલા નેનોસ રિસર્ચ પોલમાં કન્ઝર્વેટિવને 39 ટકા વોટ, લિબરલ્સને 23 ટકા વોટ અને ન્યૂ ડેમોક્રેટ્સને 21 ટકા વોટ મળ્યા હતા.

PM જસ્ટિન ટ્રુડોનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સંસદની અંદર બોલતા જોવા મળે છે. હાઉસિંગ કટોકટી પર બોલતી વખતે, PM જસ્ટિન ટ્રુડોએ તેમના ભાષણમાં બ્રોકનિસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ શબ્દો પર વિપક્ષી નેતા પિયર પોઈલીવરે સંસદમાં PM ટ્રુડોની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. પોઈલીવરે હસતાં હસતાં કહ્યું, 'મિસ્ટર પ્રેસિડેન્ટ, 'બ્રોકનિસ્ટ', તે એક શબ્દ પણ નથી, તે (PM ટ્રુડો) અંગ્રેજી ભાષાને પણ તોડી રહ્યા છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp