ફ્લાઇટમાં જોર જોરથી ચીસો પાડવા લાગી મહિલા, સીટો પર ઊછળી તો ડર્યા લોકો

PC: aajtak.in

એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે ફ્લાઇટમાં નજરે પડી રહી છે. તેની સાથે અચાનક કંઈક એવું થઈ જાય છે જેને જોઈને દરેક ડરી જાય છે. લોકોના ચહેરાઓ ફિક્કા પડી જાય છે. આ ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઇટ હતી. જે અમેરિકાના હ્યુસ્ટન થી ડેનેવર જઈ રહી હતી. ઘટના 16 નવેમ્બરના રોજ થઈ હતી. આ શોકિંગ વીડિયોમાં મહિલા રડતી, ચીસો પાડતી અને બહેસ કરતી નજરે પડી રહી છે.

તે પોતાના પર નિયંત્રણ ગુમાવી દે છે. ત્યારબાદ કેબિનની બધી સીટો પર કૂદવા લાગે છે. તે ચીસો પડતા બોલે છે, ‘મારો હાથ ખેચવાનો બંધ કરો.’ મહિલા પાસે એરલાઇનનો કર્મચારી આવે છે તો તે બોલે છે કે મારો રસ્તો ન રોકો. મારું અપહરણ થઈ ગયું છે. ત્યારબાદ વીડિયોમાં વધુ એક મહિલા આવે છે. તે પોતે પાદરી હોવાનો દાવો કરે છે. તે બતાવે છે કે એ મહિલામાં ખરાબ આત્મા આવી ગઈ છે.

પાદરી કહે છે કે ‘અહી એક અસલી શૈતાન છે, જે તમારા પરિવારના સભ્યો સહિત તમને બધાને મારવા માગે છે. તે (મહિલા) પોતે એવી નથી. તેના પર ભૂત સવાર છે, તેને મદદની જરૂરિયાત છે. આ મહિલા પછી પ્રવચન આપવા લાગે છે. તે લોકોને ઈસા મસીહ બાબતે બતાવે છે. પછી ત્રીજી મહિલા આવે છે. તે ચીસો પાડનારી મહિલાને ગળે લગાવી લે છે. તે ઘણા સમય સુધી તેને શાંત કરાવવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન એરલાઇનનો સ્ટાફ મહિલાને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. સાથે જ અન્ય યાત્રીઓને પોતાની સીટ પર બેસવાનું કહે છે. મામલો ત્યારે વધુ ગંભીર થઈ જાય છે, જ્યારે એક વ્યક્તિ પરેશાન થઈને ફ્લાઇટ ક્રૂ મેમ્બરને અપશબ્દ બોલવા લાગે છે. સ્થિતિ કાબૂમાં ન હોવાના કારણે વિમાનને ડલ્લાસમાં લેન્ડ કરાવાવમાં આવે છે. અહીં પોલીસ આવીને એ મહિલાને ફ્લાઇટથી કાઢે છે. વીડિયોના અંતમાં પોલીસકર્મીને ફ્લાઇટમાં ચડતો નજરે પડે છે. આ એ મહિલાને બહાર કાઢે છે. આ મામલે ફ્રન્ટિયર એરલાઇને અત્યાર સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp