ન કિચન, ન બાથરૂમ, છતા મહિનાનું ભાડું 1 લાખ, જાણો કેમ ખાસ છે આ અમાર્ટમેન્ટ?

PC: curlytales.com

દુનિયાભરમાં ઘરના ભાડાની કિંમત આસમાન સ્પર્શી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ નાનકડા અપાર્ટમેન્ટ બાબતે બતાવતો નજરે પડે છે. વીડિયો જોયા બાદ લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે. આ અપાર્ટમેન્ટનું મહિનાનું ભાડું 1200 ડોલર (લગભગ 1 લાખ રૂપિયા) છે, જ્યારે તેમાં ન તો કિચન છે અને ન તો બાથરૂમ. રિયલ્ટાર ઓમર લેબોકે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

તેમાં એ બતાવે છે કે અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત આ નાનકડા અપાર્ટમેન્ટમાં કોઈ સુવિધા ઉપસ્થિત નથી, છતા તેનું ભાડું મહિનાનું લાખ રૂપિયા છે. ઓમરે વીડિયોને શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું છે કે આ મેનહટ્ટનનો સૌથી નાનો અપાર્ટમેન્ટ હશે. એ ગાંડપણ છે. આ જ આખો અપાર્ટમેન્ટ છે. આ જ બધુ છે. કોઈ બાથરૂમ નથી. કોઈ કિચન નથી. તમારી પાસે બસ એક અપાર્ટમેન્ટ છે. અપાર્ટમેન્ટમાં કોઈ બાથરૂમ જ હોતો નથી, પરંતુ ખૂબ ચાલ્યા બાદ હોલવેમાં એક બાથરૂમ નજરે પડે છે. આ બાથરૂમ અપાર્ટમેન્ટથી બહાર છે.

 
 
 
View this post on Instagram

A post shared by Omer Labock (@realtoromer)

ઓમર અહી કોરિડોરથી જાય છે. ત્યારબાદ વીડિયોમાં દેખાડે છે કે બાથરૂમ અંદરથી કેવો છે. તે કહે છે કે આ ગાંડપણ છે, પરંતુ આ સૌથી સસ્તો અપાર્ટમેન્ટ છે. તેનું ભાડું 1200 ડોલર પ્રતિ મહિના છે. તમે તેમાં રહી શકો છો, પરંતુ એક પ્રકારે બેડરૂમ છે. ઓમર લેબોકનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો તેના પર કમેન્ટ કરતા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટા ભાગના લોકો અપાર્ટમેન્ટનું ભાડું સાંભળીને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

એક યુઝરે કહ્યું કે, જેલથી સેલમાં પણ ટોયલેટ હોય છે. એક અન્ય યુઝરે લખ્યું કે, આ અપાર્ટમેન્ટ નથી અને જો મકાન માલિકે તેને અપાર્ટમેન્ટ કહ્યો છે તો તેને જેલ થવી જોઈએ. તો ત્રીજા યુઝરે લખ્યું કે, જો તેમાં બાથરૂમ અને કિચન નથી તો એ અપાર્ટમેન્ટ નથી. ઉલ્લેખનીય છે કે, ઓમરના ઇન્સ્ટાગ્રામ પર 1.38 લાખ ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp