પ્રદર્શનકારીઓ પર પોલીસે છોડ્યા શ્વાન તો પ્રદર્શનકારીએ પોલીસ પર છોડ્યો સિંહ

PC: tori.ng

ઈરાકમાં હાલમાં ત્યાંની પ્રજા સરકારની વિરોધમાં ઉતરી છે. ત્યાંના લોકો ભ્રષ્ટાચાર, નોકરી અને જાહેર સેવાઓને લઈને સરકારની બેદરકારીને લઈને નાખુશ છે. તેનાથી નાખુશ થયેલા લોકોએ સરકારની વિરુદ્ધ પ્રદર્શન કર્યું તો પોલીસકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર શ્વાન છોડી દીધા હતાં. શ્વાન અને પોલીસકર્મીઓથી બચવા માટે પ્રદર્શન કરી રહેલા લોકોએ નોખો ઉપાય શોધી કાઢ્યો.

એક પ્રદર્શનકારી વિરોધ કરવા માટે સિંહને લઈને આવી ગયો. આ સિંહને જોઈને પોલીસકર્મી અને તેમના શ્વાન ભાગી ગયા.

આ સિંહના ગળામાં ચેઈન બાંધવામાં આવી હતી. આ સિંહને જે પ્રદર્શનકારી લઈને આવ્યો હતો, તે સીધો પોલીસકર્મી તરફ આગળ વધ્યો. સિંહને જોઈને શ્વાન પોલીસકર્મીઓ પાસેથી ભાગી ગયા હતાં.

પોલીસકર્મીઓ અને શ્વાનને ભગાડ્યા પછી સિંહ આસપાસના લોકોની તરફ ગયો. ત્યાર પછી તે રસ્તાઓ પર આરામ કરતા જોવા મળ્યો. સિંહને લાવનારો પ્રદર્શનકારી પણ સિંહની સાથે બેઠો હતો.

ઈરાકી મીડિયા અનુસાર, વિરોધ કરી રહેલો વ્યક્તિ સિંહ એ કારણે લઈને આવ્યો કારણ કે પોલીસકર્મીઓએ પ્રદર્શન કરી રહેલા લોકોને ભગાવવા માટે તેમના પર શ્વાનોને છોડી દીધા હતાં. માટે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઈરાકી મીડિયા અનુસાર, ઈરાકમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 320 લોકોના મોત થયા છે. પ્રદર્શનકારીઓ અને પોલીસદળ વચ્ચે સતત ઝડપ થઈ રહી છે.

14 નવેમ્બર 2019એ પણ વિરોધ કરી રહેલા લોકો અને સુરક્ષાદળ વચ્ચે ઝડપ થઈ હતી, જેમાં 65 લોકો ઘાયલ થયા હતાં. તે દિવસે 4 લોકોના મોત થયા હતાં. ઈરાકમાં ડૂબતી અર્થવ્યવસ્તા અને રોજગારીને કારણે લોકો રસ્તાઓ પર ઉતરીને ધરણા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી અબ્દુલ મેહદીએ ગરીબો અને બેરોજગારો માચે ઘણી યોજનાઓની જાહેરાતો કરી છે. જેથી વિરોધ કરી રહેલા લોકો શાંત થઈ શકે. તેમ છતાં, હજુ સુધી સરકાર પ્રદર્શનકારીઓને શાંત કરવામાં નિષ્ફળ રહી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે 2003માં પૂર્વ ઈરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનના પતન પછીથી દેશમાં બેરોજગારી અને આર્થિક તંગી જેવી સમસ્યાઓ વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp