પુતિન પાસે 700 કાર, 19 ઘર,અઢળક સંપત્તિ, PM મોદી પાસે કેટલી?
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા ત્યારે એ વાતની ચર્ચા શરૂ થઇ કે પુતિન પાસે કેટલી સંપત્તિ છે અને PM મોદી પાસે કેટલી છે?
રશિયાના રાષ્ટ્રપતિ પાસે જે સંપત્તિ છે તેની સામે પ્રધાનમંત્રી મોદીની સંપત્તિ નગણ્ય જેવી છે. પુતિનને વર્ષે 11.7 કરોડ રૂપિયા પગાર પેટે મળે છે, જ્યારે PM મોદીને માત્ર 19 લાખ રૂપિયાનો પગાર મળે છે. પુતિન પાસે 16 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેની સામે PM મોદી પાસે માત્ર 3 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પુતિન પાસે 700 જેટલી ભવ્ય કાર, 19 ઘર,ડઝનેક વિમાનો છે, જ્યારે PM મોદી પાસે પોતાની કાર, ઘર કે પ્રાઇવેટ પ્લેન આમાંનું કશું પણ નથી. પુતિન પાસે પોતાની એક ખાનગી ટ્રેન પણ છે, જેને નિભાવવાનો જ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp