ચર્ચામાં કેમ આવી પુતિનની દીકરીઓ? સામાન્ય રીતે ક્યારેય નજરે પડતી નથી, હવે લોકોએ..

PC: ndtv.com

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દુનિયા ખૂબ રહસ્યમય છે. તેનાથી પણ વધુ રહસ્યમય તેમનો પરિવાર છે. સામાન્ય રીતે તે ક્યારેય નજરે પડતો નથી, પરંતુ હાલમાં જ તેમની બંને પુત્રીઓ સેંટ પિટર્સબર્ગના આયોજિત એક પ્રમુખ આર્થિક ફોરમમાં નજરે પડી. તેમણે પ્રેઝન્ટેશન પણ આપ્યું. તેને ખૂબ દુર્લભ પળ બતાવવામાં આવી રહી છે કેમ કે સામાન્ય રીતે પુતિન પોતાની દીકરીઓને કોઇ અન્ય વસ્તુમાં ઇનવોલ્વ કરતા નજરે પડતા નથી એટલે જ્યારે લોકોએ જોઇ તો ચોંકી ગયા.

મીડિયા રિપોર્ટ મુજબ, પુતિને પોતાના પારિવારિક જીવન બાબતે ક્યારેય કોઇ જાણકારી આપતા નથી, પરંતુ 39 વર્ષિય મારિયા વોરોન્ત્સોવા અને 37 વર્ષીય કતેરીના તિખોનોવાને તેમની પુત્રી માનવામાં આવે છે. જો કે, પુતિને પણ ક્યારેટ તેમની બાબતે પુષ્ટિ કરી નથી. ન ક્યારેય તેમની સાથે કોઇ તસવીર ખેચાવે છે. તમને એક પણ તસવીર તેમની સાથે નહીં મળે. 2022માં અમેરિકાએ આ બંનેને પુતિનની પુત્રી બતાવતા પ્રતિબંધિત કરી દીધી હતી. તિખોનોવા રશિયન સેના માટે કામ કરે છે અને તેને IT મામલે સપોર્ટ કરે છે. તે રશિયાની ટેક્નિકલી પેનલમાં મહત્ત્વના પદ પર છે.

હાલમાં જ સેન્ટ પિટર્સબર્ગ ઇન્ટરનેશનલ આર્થિક મંચ પર તેમણે શિક્ષણ ક્ષેત્રમાં ટેક્નોલોજીની ભૂમિકા પર વિસ્તારથી વાત કરી. આ રશિયાનું એક પ્રમુખ વાર્ષિક વેપાર શિખર સંમેલન છે. પોતે પુતિન પોતાના ભાષણથી તેની પૂર્ણાહુતિ કરે છે. વીડિયો લિંકના માધ્યમથી આપવામાં આવેલા ભાષણમાં તીખોનોવાએ કહ્યું કે, દેશની સંપ્રભુતા હાલના વર્ષોમાં એક પ્રમુખ વિષય રહી છે. આ રશિયાની સુરક્ષાનો આધાર પણ છે. પુતિનની બીજી પુત્રી વોરોન્ત્સોવા પણ તેમાં સામેલ થઇ.

બાયોલોજી રિસર્ચર વોરોન્ત્સોવા એક અધિકારી જેનેટિક ઇન્સ્ટિટ્યૂટનું નેતૃત્વ કરે છે. જેમણે જૈવ વિવિધતામાં નવા પ્રયોગો બાબતે વાત કરી. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલો અવસર છે, જ્યારે બંને એક સાથે આવી અને ઘણા મહત્ત્વના મુદ્દા પર અધિકારીઓને સલાહ આપી. સામાન્ય રીતે આ વિભિન્ન મંચો અને ઉદ્યોગ કાર્યક્રમમાં જાય છે, પરંતુ સાર્વજનિક રૂપે તેમની ઉપસ્થિતિ દુર્લભ છે. બંને પહેલા પણ આ ફોરમમાં અતિથીના રૂપમાં સામેલ થઇ ચૂકી છે, પરંતુ રશિયન સ્વતંત્ર મીડિયા આઉટલેટ્સે જણાવ્યું કે, એ પહેલી વખત હતું જ્યારે બંને સત્તાવાર કાર્યક્રમનો હિસ્સો હતી.

કેવો છે પુતિનનો પરિવાર?

કહેવાય છે કે પુતિનની પૂર્વ પત્ની લ્યૂડમિલાએ વર્ષ 1985 અને વર્ષ 1986માં મારિયા અને કેટરીના નામના 2 સંતાનોને જન્મ આપ્યો, જ્યારે તેઓ બંને પરિણીત હતા. 2000ની શરૂઆત ક્રેમલીને પુતિનની રજાઓ દરમિયાન એક તસવીર પ્રકાશિત કરી હતી, જેમાં તેમની પત્ની અને 2 સોનેરી વાળવાળી કિશોર વયની દીકરીઓને કેમેરાથી દૂર કરી દીધી હતી, તેમજ તેમના ચહેરા છુપાયેલા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp