ભારતીયો USમાં હવે યહુદીઓ કરતા પણ વધુ મજબૂત બની રહ્યા છેઃ પાકિસ્તાની એક્સપર્ટ

PC: indianewsnetwork.com

નરેન્દ્ર મોદી સરકારને મોટી રાજદ્વારી જીત મળી છે. ગયા વર્ષે મૃત્યુદંડની સજા પામેલા કતારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી ત્યારે તેને ભારતની મોટી રાજદ્વારી હાર તરીકે જોવામાં આવી. પરંતુ પાકિસ્તાનના નિષ્ણાતો પણ તેને ભારતની વધતી તાકાત તરીકે જોઈ રહ્યા છે. પાકિસ્તાની-અમેરિકન રાજનેતા સાજિદ તરારએ કહ્યું કે, કતાર તેમને મુક્ત કરશે, તે પહેલાથી જ નક્કી હતું. સાજિદ તરારે કહ્યું કે, હું આ બધું વોશિંગ્ટન DCને જોઈને કહી રહ્યો છું. જ્યાં આજે ભારતીય ડાયસ્પોરા યહૂદીઓ કરતાં પણ વધુ મજબૂત બની રહ્યો છે.

પાકિસ્તાની પત્રકાર કમર ચીમા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, 'ભારતનું સૌથી મોટું હથિયાર IIT અને IIM છે. જેના કારણે તે આખી દુનિયાને પોતાના હાથમાં લઈ રહ્યું છે. અમેરિકા સાથે તેની સરખામણી કરતાં તેમણે કહ્યું કે, આજે ન્યૂયોર્કમાં એક લાખથી વધુ ગુનેગારો હથિયારો લઈને ફરે છે. તેઓ લૂંટ ચલાવે છે અને જો પોલીસ તેમને પકડે તો સાંજ સુધીમાં તેમને જામીન મળી જાય છે. સ્થિતિ એવી છે કે, પ્રવાસીઓ અમેરિકા આવતા ડરે છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે, કતારે આઠ ભારતીયોને કેમ છોડ્યા? તેના પર તરારે કહ્યું કે, આનું સૌથી મોટું કારણ વેપાર છે. તેમણે કહ્યું કે, ભારતે કતારને 78 બિલિયન ડૉલરનો કુદરતી ગેસ ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જ્યારે આટલો મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, ત્યારે તમે તેમના લોકોને પકડી શકતા નથી. હકીકતમાં, ગયા અઠવાડિયે ભારતે LNG આયાતના 78 બિલિયન ડૉલર સંબંધિત કરારને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ ડીલ 2048 સુધી ચાલશે, જેની કિંમત વર્તમાન દરો કરતા ઓછી હશે. આ ગેસનો ઉપયોગ વીજળી, ખાતર અને CNG બનાવવા માટે કરવામાં આવશે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ ભૂતપૂર્વ મરીનને કેવી રીતે મુક્ત કરવામાં આવ્યા? તરારએ કહ્યું કે, તેને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હોઈ શકે અથવા કતારના અમીરે તેને સીધા માફ કરી દીધો હોય તેવું પણ બની શકે છે. કતારના અમીર વર્ષમાં બે વાર સામાન્ય લોકોને માફી આપે છે. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીએ પોતે કતારના અમીર સાથે મુલાકાત કરી હતી, ત્યાર પછી આ લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમણે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, દુનિયા વેપારના આધારે આગળ વધી રહી છે અને પાકિસ્તાન તેને બંધ કરી રહ્યું છે. પાકિસ્તાને વેપાર ખોલવાની સાથે સાથે લોકોના મગજને પણ ખોલવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp