26th January selfie contest

રઘુરામ રાજને ફરી ભારતની ઇકોનોમી વિશે કરી ચિંતાવાળી વાત, કહ્યું ટાઇમ બોમ્બ...

PC: rediff.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગ્લોબલ ઇકોનોમી અને વૈશ્વિક આર્થિક પડકારોને લઈને ચર્ચા કરી છે. તેમનું કહેવુ છે કે, દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા (અમેરિકા) જેણે હાલમાં જ ત્રણ મોટી બેંકો ધરાશાયી થવાનો સામનો કર્યો છે, તેના માટે હજુ ઘણા પડકારો ઊભા છે. એક તરફથી આ અર્થવ્યવસ્થા એક ટાઇમ બોમ્બ પર ઊભી છે જેમા હાનિરહિત કેપિટલિઝ્મનું જોખમ છે, ડોમિનો ઇમ્પેક્ટને પગલે બેંકોની સામે ઘણા પ્રકારની ચેલેન્જ છે.

ડીબીએસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તૈમૂર બેગની સાથે એક પોડકાસ્ટમાં રઘુરામ રાજને કહ્યું કે, અમેરિકી ઓથોરિટીઝે જે પ્રકારે ત્યાંથી આવેલા બેંકિંગ સંકટને હેન્ડલ કર્યું, ઘણી હદ સુધી તેના આવવાની આશા હતી. કારણ કે, કદાચ તેનો અંદાજો હતો કે આ સંકટને પગલે ત્યાં આર્થિક સ્થિતિને સંભાળવી મુશ્કેલ બની શકે છે અને ગભરાટ ફેલાઈ શકે છે.

રઘુરામ રાજને કહ્યું કે, મને લાગે છે કે નાની અવધિની સમસ્યાને જમાઓની સમક્ષ રાખેલા ઇન્શ્યોરન્સ દ્વારા સોલ્વ કરી લેવામાં આવી છે પરંતુ, લાંબી અવધિની સમસ્યા હજુ પણ રહેવાની છે. તેમને એવુ પણ લાગે છે કે, બેંકોની સામે હાલ ડિપોઝિટર્સના પૈસાને સંભાળવા અને વધારવા બંને એક પડકારના રૂપમાં ઉભરી રહ્યા છે જ્યારે જમાકર્તા પોતાના પૈસા પર સુરક્ષા ઇચ્છે છે. અમેરિકામાં બેંકોની સામે લાંબી અવધિની પ્રોફિટેબિલિટીને જાળવી રાખવી જરૂરી છે. જોકે, સેફ એસેટ્સના વ્યાજ દરોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને નિવેશક પોતાના પૈસાને ત્યાં ડાઇવર્ટ કરી રહ્યા છે.

રાજને એ વાત પર ભાર આપ્યો કે, આર્થિક પોલિસીમાં સતત વ્યાજદરોમાં વધારો બેંકોની સામે એવો રસ્તો તૈયાર કરી રહી છે જેને પાર કરવા માટે તેમણે કડક પગલાં લેવા પડશે. ક્વાંટિટેટિવ ઇઝિંગે પણ ત્યાં પગ પસારી લીધા છે અને તેને પગલે આર્થિક પરિદ્રશ્યમાં ઘણો બદલાવ આવી ચુક્યો છે જે જૂના સમય કરતા અલગ છે. બેંક પહેલા જ મંદીના ડરનો સામનો કરી રહી છે અને એવી સ્થિતિમાં કેટલાક નાના-મોટા બિઝનેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે અને તે પોતાના દેવાને ચુકવવાથી લઇને સર્વિસ લોનને ચુકવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

વર્ષ 2022થી ફેડરલ રિઝર્વ પોતાના વ્યાજદરોમાં 4.5 ટકા સુધીનો વધારો કરી ચુકી છે અને તેની અસર જ સિલિકોન વેલી બેંક અને ફર્સ્ટ રિપબ્લિક બેંક જેવા પર આવ્યો છે. મોંઘવારી કંટ્રોલ કરવાના પ્રયત્નોને પગલે જે પગલાં ઉઠાવવામાં આવ્યા તેનાથી બોન્ડ યીલ્ડમાં પણ જોરદાર વધારો તો થયો. જોકે, જ્યાં સુધી અમેરિકી ઓથોરિટીઝે સ્થિતિને જોઈ ડિપોઝિટર્સના પૈસા સુરક્ષિત કરવાના પ્રયાસ કર્યા ત્યાં સુધી વધુ એક બેંકિંગ દિગ્ગજ સ્વિટ્ઝર્લેન્ડનો ક્રેડિટ સુઈસ ભારે આર્થિક મુશ્કેલીઓમાં ફસાઇ ગઇ.

આ જ બધી પરિસ્થિતિઓને જોતા રઘુરામ રાજનનું માનવુ છે કે, બેંકિંગ સિસ્ટમને તૂટી જતી બચાવવા માટે જે પણ પ્રયાસો થઈ રહ્યા છે તે એક પ્રકારે રિસ્કલેસ કેપિટલિઝ્મને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તે સ્થાયી સમાધાન નથી. તેને લઇને ટૂંક સમયમાં જ એવા નક્કર પગલાં ઉઠાવવા પડશે જે બેંકોની સાથોસાથ તેના ડિપોઝિટર્સ માટે પણ રાહત ભર્યા સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp