આ દેશમાં અચાનક લાલ થયું આકાશ, ભયભીત થયા લોકો, સામે આવી તસવીર

PC: oneindia.com

દુનિયામાં કોઈ પણ જગ્યા હોય ત્યાં દિવસે આકાશ બ્લૂ અને રાત્રે કાળું થઈ જાય છે. આ એક સામાન્ય વાત છે, પરંતુ જો આકાશનો રંગ અચાનક લાલ થઈ જાય તો લોકોનું ડરવું વ્યાજબી છે. કંઈક એવું જ એક દેશમાં જોવા મળ્યું છે, જેથી લોકો વચ્ચે ખૂબ ભય છે. આ ઘટના બુલ્ગારિયાની છે. અહી આકાશનો રંગ આચનક લાલ થઈ ગયો. તેના કારણે લોકો હેરાન થઈ ગયા. ત્યારબાદ તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

તેની તસવીરો અને વીડિયોથી સોશિયલ મીડિયા ભરાયેલું પડ્યું છે. દુનિયાભરના લોકો આ ઘટના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ પહેલી વખત છે, જ્યારે નોર્ધન લાઇટ્સ બુલ્ગારિયાના આકાશમાં ફેલાઈ ગઈ. મેટિયો બાલ્કનના રિપોર્ટ મુજબ, તે બાલ્કન દેશના લગભગ બધા ખૂણામાં ફેલાવા અગાઉ, બદલાતો લાલ ઓરોરા પહેલી વખત બુલ્ગારિયાના ઉત્તર-પૂર્વી હિસ્સામાં નજરે પડ્યો હતો.

લોકોએ લોહી જેવા લાલ રંગવાળા આકાશની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાની શરૂઆત કરી દીધી. કેટલાકે તેને ‘સર્વનાશ’ કરાર આપ્યો, તો કોઈને ‘ભયાનક’ ગણાવ્યું. તો કેટલાક લોકો નજારો જોઈને ઉત્સુક નજરે પડ્યા. રિપોર્ટ્સ મુજબ, નોર્ધન લાઇટ્સ રોમાનિયા, હંગરી, ચેક ગણરાજ્ય અને યુક્રેનમાં પણ જોવા મળી છે. પૉલેન્ડ અને સ્લોવાકિયાથી પણ તસવીરો સામે આવી છે. શનિવારની રાત્રે બ્રિટનમાં લીલા અને લાલ રંગનો ઓરોરા જોવા મળ્યો.

આ વર્ષની શરૂઆતમાં પણ ઓરોરા બોરેલિસ પહેલી વખત ભારતમાં જોવા મળ્યો હતો. આ દુર્લભ ઘટના લદ્દાખમાં થઈ. વર્ષ 2022માં ચીનમાં પણ અચાનક આકાશ લાલ રંગનું થઈ ગયું હતું, જેથી લોકોમાં ભયનો માહોલ થઇ ગયો હતો. આકાશ એકદમ લોહી જેવુ લાલ હતું. આ લાલ આકાશ ઝાઉશાન શહેરમાં જોવા મળ્યું, જે કોરોનાનો કહેર ઝીલી રહેલા શંઘાઇની નજીક જ છે. આકાશને લોહી જેવું જોઈને લોકો અલગ-અલગ અટકળો લગાવી રહ્યા હતા.

કેટલાક લોકો એમ કહી રહ્યા હતા કે કોરોના કહેર દેખાડવાનો છે અને પ્રકૃતિ તેના સંકેત આપી રહી છે. નાના બાળકોએ આકાશને લાલ જોઈને કહી રહ્યા હતા કે તેમને ડર લાગી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ, નોર્ધન લાઇસ્ટ સૂર્યના આવેશિત કણોના કારણે થાય છે. આ કણ પૃથ્વીમાં પ્રવેશ કરતી વખત ઓક્સિજન અને નાઇટ્રોજન જેવી ગેસો ટકરાય છે. જેથી આકાશમાં લીલા, પીળા, લાલ અને નારંગી રંગનો પ્રકાશ નજરે પડે છે. નોર્ધન લાઇટ્સ સામાન્ય રીતે જમીનથી 80 થી 500 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp