ઇન્ટરનેશનલ કોર્ટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું, રશિયા કહે- કોણ આવશે?

PC: nz.news.yahoo.com

યુક્રેન સામેના યુદ્ધના એક વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ICCના આ પગલાથી અમેરિકા, યુક્રેન સહિત તમામ પશ્ચિમી દેશો ભલે ખુશી વ્યક્ત કરી રહ્યા હોય પરંતુ રશિયા ગભરાટમાં છે. ક્રેમલિને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોસ્કો ઓર્ડરને માન્યતા આપતું નથી. ચાલો જોઈએ કોની પાસે આટલી હિંમત છે? રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિએ પુતિનના સમર્થનમાં કહ્યું કે, તે અમારા માટે ટોયલેટ પેપર સિવાય બીજું કંઈ નથી. જોકે, રશિયામાં વિપક્ષી નેતાઓએ ICCના આ પગલાની પ્રશંસા કરી છે.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે શુક્રવારે ICCના નિર્ણય બાદ તરત જ પત્રકારોને જણાવ્યું હતું કે, 'રશિયા, અન્ય ઘણા દેશોની જેમ, આ કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી અને તેથી આ કોર્ટના નિર્ણયો કાયદાકીય દૃષ્ટિકોણથી રદબાતલ છે.'

રશિયા ICCનું સભ્ય નથી. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, ICCના નિર્ણયોનો રશિયા માટે કોઈ અર્થ નથી. તેમણે એક ટેલિગ્રામમાં જણાવ્યું હતું કે, 'રશિયા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના રોમ કાનૂનનો પક્ષકાર નથી અને તેના હેઠળ તેની કોઈ જવાબદારી નથી.'

પુતિનનું નામ લીધા વિના, ઝાખારોવાએ કહ્યું, 'રશિયા આ સંસ્થાને સહકાર આપતું નથી અને જ્યાં સુધી અમારો સંબંધ છે, આંતરરાષ્ટ્રીય કોર્ટમાંથી ધરપકડની સંભવિત 'પ્રિસ્ક્રિપ્શન' કાયદેસર રીતે અમાન્ય હશે.'

ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્વિટર પર વોરંટની તુલના ટોઇલેટ પેપર સાથે કરી હતી. ICCએ શુક્રવારે અગાઉ જાહેરાત કરી હતી કે, તેણે યુક્રેનિયન બાળકોના 'ગેરકાયદે દેશનિકાલ' માટે પુતિન સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે બાળકોના અધિકારો માટે રશિયાના રાષ્ટ્રપતિ કમિશનર મારિયા લાવોવા-બેલોવા સામે પણ સમાન આરોપો પર વોરંટ બહાર પાડ્યું હતું.

સ્થાનિક રાજ્ય સમાચાર એજન્સીએ નોવોસ્ટી દ્વારા લ્વોવા-બેલોવાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, 'તમામ દેશો, ત્યાં સુધી કે જાપાને પણ અમારી વિરુદ્ધ પ્રતિબંધો લગાવ્યા છે અને હવે ધરપકડ વોરંટ છે...'

રશિયન સ્ટેટ બ્રોડકાસ્ટર RTના વડા, માર્ગારીતા સિમોન્યાને જણાવ્યું હતું કે, મોસ્કો રશિયન રાષ્ટ્રપતિની ધરપકડ કરવાના કોઈપણ પ્રયાસનો લશ્કરી જવાબ આપી શકે છે. સિમોન્યાને સોશિયલ મીડિયા પર કહ્યું, 'હું તે દેશને જોવા માંગુ છું જે ICCના આદેશ બાદ પુતિનની ધરપકડ કરે છે.'

બીજી તરફ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ પર રશિયામાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. રશિયન વિપક્ષના સભ્યોએ આ પગલાની પ્રશંસા કરી છે. ક્રેમલિનના ટીકાકાર મિખાઇલ ખોડોરકોવસ્કીએ સોશિયલ મીડિયા પર કહ્યું, 'વ્લાદિમીર વ્લાદિમીરોવિચને ધરપકડ વોરંટ પર અભિનંદન! આ માત્ર પ્રથમ પગલું છે.' જ્યારે, રશિયામાં વિપક્ષના અન્ય એક નેતા અને જેલમાં બંધ એલેક્સી નવલ્નીના સહાયક વ્લાદિમીર મિલોવ, 'તેને બંધ કરી દો!'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp