રશિયાથી આવેલી યુવતીએ દેશી છોકરા સાથે કર્યા લગ્ન, જાણો કઈ રીતે શરૂ થઈ લવસ્ટોરી

PC: nhpnews.com

કહેવાય છે કે, જ્યારે પ્રેમ થાય છે, ત્યારે કોઈ પણ ધર્મ-સીમાઓ નથી જોવાતી. એવી જ એક ઘટના મધ્ય પ્રદેશમાં થઇ છે. વાત એવી છે કે રશિયાની એક યુવતી ઇન્દોરની વહુ બની છે. રશિયાની અલીના બૈરકોલસેવે ઇન્દોરના શેફ ઋષી વર્મા સાથે લગ્ન કર્યા છે. બંનેની પ્રથમ મુલાકાત રશિયાના સેંટ પીટર્સબર્ગમાં ફોટો પાડવાના સમયે થઇ હતી, પછી બંનેની મિત્રતા થઇ અને ધીરે-ધીરે બંનેમાં નજીકતા વધતી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે, ઋષીએ વીડિયો કોલ પર અલીનાને પ્રપોઝ કર્યું હતું. મળેલી માહિતી મુજબ, હવે બંને હિન્દુ સંસ્કૃતિથી ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. જોકે, દંપત્તિએ પહેલા જ કોર્ટ મેરેજ કરી લીધા છે, હવે આ વર્ષના અંતમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્દોરના સપ્તશૃંગી નગરનો રહેવાસી ઋષી વર્મા હૈદરાબાદમાં શેફ તરીકે કામ કરી રહ્યો હતો, આ દરમિયાન તે યુરોપની ટ્રીપ પર ગયો હતો. 2019માં તે રશિયાના સેંટ પીટર્સબર્ગ પહોંચ્યો હતો, આ દરમિયાન તેની મુલાકાત અલીના બૈરકોલસેવ સાથે થઇ. ફોટો ક્લિક કરવાના સમયે બંનેમાં વાતચીત શરૂ થઇ હતી. ઋષીએ અલીનાને ફોટો ક્લિક કરવા માટે કહ્યું હતું, ત્યાંથી જ બંનેની વચ્ચે મિત્રતાની શરૂઆત થઇ હતી, પછી બંને ફોન પર વાત કરવા લાગ્યા હતા.

વાતચીતમાં બંને વચ્ચેની નજીકતા વધી, ત્યારબાદ ઋષીએ અલીનાને વીડિયો કોલ પર જ પ્રપોઝ કર્યું હતું, થોડાં સમય પછી અલીનાએ પણ હાં કહ્યું હતું. આ દરમિયાન કોરોના સંક્રમણના કપરા સમયમાં લોકડાઉન અને કડક નિયમોના કારણે બંને લાંબા સમય સુધી એકબીજાને મળી શક્યા ન હતા.  

ડિસેમ્બર 2021માં વિઝા મળ્યા પછી અલીના ઇન્દોર આવી હતી, પછી ક્યારેય ફરી રશિયા નથી ગઈ. અલીનાના ભારત આવ્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. પછી 24 ફેબ્રુઆરીએ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. હવે દંપતિનું કહેવું છે કે, તેઓ હિન્દુ સંસ્કૃતિથી ડિસેમ્બરમાં ફરીથી લગ્ન કરશે.

અલીનાને પસંદ છે ઇન્ડિયન ફૂડ

અલીનાએ જણાવ્યું કે, તેને ઇન્ડિયન ફૂડ અને ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પસંદ છે. અલીનાએ  વિવિધ ઇન્ડિયન ફૂડ ચાંખ્યા છે અને તે ઇન્ડિયન ફૂડ બનાવે પણ છે. ઋષીનું કહેવું છે કે, બંને મંદિરમાં પણ જાય છે. હાલમાં અલીના હિન્દી શીખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp