રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટએટેક આવ્યો ?

 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટએટેક આવ્યો હોવાનો એક સંસ્થાએ દાવો કર્યો છે જેને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ટેલિગ્રામ ગ્રુપ જનરલ દ્વારા એક અહેવાલ શેર કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન રવિવારે રાત્રે 9 વાગ્યે અને 5 મિનિટના સમયે તેમના બેડરૂમમાં હતા અને તેમની આસપાસ ખાદ્યપદાર્થો હતા.

એ સમયે પુતિન પડી ગયા હતા અને તમના પડવાના અવાજને કારણે સુરક્ષાકર્મીઓ દોડી ગયા હતા. ત્યારે પુતિન રૂમમાં પડેલા હતા. તાત્કાલિક ડોકટરને બોલાવવામાં આવ્યા હતા. જો કે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હવે તેમની તબિયત સુધારા પર છે. જો કે પુતિનને અનેક બિમારી હોવાને કારણે તબીબોનું કહેવું છે કે શિયાળા પછી તેમની તબિયત વધારે બગડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp