સાઉદી અરબે રમઝાન પહેલા નિયમો બહાર પાડ્યા, મસ્જિદોની અંદર આ કામ પર પ્રતિબંધ

PC: tv9hindi.com

ઇસ્લામનો સૌથી પવિત્ર મહિનો રમઝાન શરૂ થવાનો છે. ઈસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીના દેશ સાઉદી અરબ રમઝાન પહેલા ઈફ્તારને લઈને મોટી જાહેરાત કરી છે. ઘોષણામાં મુસ્લિમો માટે ઘણી વાતો કહેવામાં આવી છે.

રમઝાન પહેલા ઈસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીના દેશ સાઉદી અરબ ઈફ્તારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ઇસ્લામિક દેશે મસ્જિદોની અંદર ઇફ્તાર પર પ્રતિબંધ મૂક્યો છે. રમઝાન એ ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે, જેને ઇસ્લામનો સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ વર્ષે રમઝાન 10 માર્ચથી શરૂ થઈ રહ્યો છે અને 9 એપ્રિલે સમાપ્ત થશે.

રમઝાન માસ દરમિયાન મુસ્લિમો સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે. આખો દિવસ ઉપવાસ કર્યા પછી સાંજે સૂર્યાસ્ત પછી ઉપવાસ તોડવામાં આવે છે, જેને ઈફ્તાર કહે છે. આ સમય દરમિયાન ઘણા લોકો મસ્જિદોમાં ઈફ્તારનું આયોજન કરે છે. પરંતુ સાઉદી અરબ હવે રમઝાન દરમિયાન મસ્જિદોમાં ઇફ્તાર પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધનું કારણ મસ્જિદોની સ્વચ્છતા બતાવવામાં આવ્યું છે.

20 ફેબ્રુઆરી 2024ના રોજ ઇસ્લામિક બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, સાઉદી અરેબિયાની સરકાર એ વાત પર ભાર મૂકે છે કે, મસ્જિદોની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને મસ્જિદોની અંદર ઇફ્તાર કાર્યક્રમનું આયોજન ન કરવું જોઇએ.

સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈસ્લામિક બાબતોના મંત્રાલયે રમઝાન મહિનામાં મસ્જિદોને લઈને અનેક સૂચનાઓ બહાર પાડી છે.'

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, મસ્જિદોના ઈમામો અને મુઅઝીન મસ્જિદોની બહાર યોગ્ય જગ્યાએ ઈફ્તારની વ્યવસ્થાનું ધ્યાન રાખે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઈફ્તાર માટે કોઈ કામચલાઉ રૂમ કે તંબુ ન લગાવવો જોઈએ.

નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈફ્તારની જવાબદારી ઈમામ અને મુઅઝીનની છે. તેમની એ પણ જવાબદારી છે કે, કોઈ મસ્જિદમાં ઈફ્તાર ન કરવાનો નિયમ તોડે છે, તો તેમણે ઈફ્તાર પૂરું થતાં જ મસ્જિદની સફાઈ કરાવવી જોઈએ.'

મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે, મસ્જિદના અધિકારીઓ ઇફ્તાર માટે દાન ન લઇ શકે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'વિવિધ વિસ્તારોના ઈમામો અને મુઅઝીનને ઈફ્તાર માટે આર્થિક દાન ન સ્વીકારવા માટે કહેવામાં આવ્યું છે.'

મસ્જિદ પરિસરમાં કેમેરા અને મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા દ્વારા નમાઝ શેર કરવા પર પ્રતિબંધ છે.

રમઝાનમાં યોજાનારી વિશેષ નમાજ 'તરવીહ' દરમિયાન, મસ્જિદોના ઈમામોને તેમના નિવેદનો ટૂંકા રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય મસ્જિદમાં આપવામાં આવેલા નિવેદનો (ભાષણો)માં માત્ર ઉપવાસ કરનારાઓ માટે ફાયદાકારક વાત જ જણાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, નમાઝ અને અઝાન વચ્ચે ઓછામાં ઓછો 10 મિનિટનો સમય હોવો જોઈએ, જે ઈફ્તાર પછી તરત જ કરવામાં આવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp