પાકિસ્તાની ભીખારીઓથી ટેન્શનમાં સાઉદી અરબ, શાહબાજ સરકારને આપી દીધી ચીમકી

PC: firstpost.com

સાઉદી અરબે ઉમરાહ અને હજની આડમાં પોતાના દેશમાં આવનારા પાકિસ્તાની ભીખારીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ સાઉદી અરબે પાકિસ્તાનને તેમણે ખાડી દેશમાં પ્રવેશ કરતા રોકવા માટે કાર્યવાહી કરવા કહ્યું છે. મંગળવારે મીડિયામાં આવેલા સમાચારોમાં આ જાણકારી આપવામાં આવી છે. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના અધિકારીઓનો સંદર્ભ આપતા એક અખબારે પોતાના રિપોર્ટમાં બતાવ્યું કે સાઉદી અધિકારીઓએ ચીમકી આપી છે કે જો તેમને કંટ્રોલ ન કરવામાં આવ્યા તો તેનો પાકિસ્તાનના ઉમરાહ અને હજ યાત્રીઓ પર નેગેટિવ અસર પડી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ‘સાઉદી હજ મંત્રાલયે પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને ચીમકી આપી છે, જેમાં ઉમરાહ વિઝા હેઠળ પાકિસ્તાની ભિખારીયોને ખાડી દેશમાં પ્રવેશ કરતા રોકવા માટે કાર્યવાહી કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.’ આ ચીમકી બાદ પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે ‘ઉમરહ અધિનિયમ’ લાવવાનો નિર્ણય લીધો છે, જેનું ઉદ્દેશ્ય ઉમરાહની વ્યવસ્થા કરનારી ટ્રાવેલ એજન્સીઓને વિનિયમિત કરવી અને તેમને કાયદાકીય દેખરેખ હેઠળ લાવવાનું છે.

આ અગાઉ સાઉદી રાજદૂત નવાફ બિન અહમદ અલ-મલિકી સાથે બેઠકમાં ગૃહ મંત્રી મોહસિન નકવીએ તેમને ભરોસો આપ્યો હતો કે સાઉદી અરબમાં ભિખારીઓને મોકલવા માટે જવાબાર માફિયાઓ વિરુદ્ધ સખત પગલાં ઉઠાવશે. પાકિસ્તાની ભિખારી ઉમરાહની આડમાં ખાડી દેશની યાત્રા કરે છે. મોટા ભાગના લોકો ઉમરાહ વિઝા પર સાઉદી અરબ જાય છે અને પછી ભીખ માગવા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં સામેલ થઈ જાય છે. સાઉદી અરબે પાકિસ્તાની સરકારને અપીલ કરી છે કે તે એવા ઉપાય શોધે જેમાં ભિખારી ધાર્મિક યાત્રાના બહાને સાઉદી અરબમાં પ્રવેશ ન કરી શકે.

પાકિસ્તાને પોતાની રાષ્ટ્રીય તપાસ એજન્સીને આ નેટવર્ક પર લગામ લગાવવાની જવાબદારી સોંપી છે. બાહ્ય પાકિસ્તાની મામલાઓના સચિવ જિશાન ખંજાદાએ જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકો ઉમરાહ વિઝા પર સાઉદી અરબ જાય છે અને ત્યાં ભીખ માગવાની ગતિવિધિઓમાં સામેલ થઈ જાય છે. મોટા ભાગે તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ખબર પડી હતી કે સાઉદી જઇ રહેલી એક ફ્લાઇટમાંથી 11 તથાકથિત ભીખારીઓને ઉતારી દેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે તેમનું ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં ભીખ માગવાનું હતું. એજ પ્રકારે 2022માં એક વિમાનમાં સવાર 16 તથાકથિત ભીખારીઓને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને ધરપકડ કરવામાં આવી હતી. આ વાત પણ સામાન્ય છે કે ખિસ્સા કાંતરુઓમાં મોટા ભાગના પાકિસ્તાની જ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp