ફ્રાન્સમાં મળ્યો દુનિયાનો સૌથી મોટો સફેદ ખજાનો, ધરતીને બચાવવા માટે થશે મદદગાર

PC: weforum.org

ફ્રાન્સમાં એક એવો ખજાનો મળ્યો છે, જેનાથી આખી દુનિયાની ચિંતા દૂર થઈ શકે છે. વૈજ્ઞાનિકોને જમીન નીચે ‘સફેદ સોના’નો અખૂટ ભંડાર મળ્યો છે. નોર્ધન ફ્રાન્સની જમીન નીચે આ ખજાનો જોવા મળ્યો છે. વૈજ્ઞાનિક જીવાશ્મ ઈંધણની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને સફેદ હાઇડ્રોજનનો મોટો ભંડાર મળ્યો છે. CNNના રિપોર્ટ મુજબ, એ અત્યાર સુધી શોધવામાં આવેલા ‘સફેદ સોના’ એટલે કે સફેદ હાઇડ્રોજનના અત્યાર સુધીના સૌથી મોટા ભંડારોમાંથી એક છે.

અનુમાન છે કે તેની માત્રા 6 મિલિયનથી 250 મિલિયન મેટ્રિક ટન સુધી હાઈડ્રોજન વચ્ચે છે. વ્હાઇટ હાઇડ્રોજનને હોલ્ડન હાઇડ્રોજનના નામથી ઓળખવામાં આવે છે. તેને લઈને કહેવામાં આવે છે કે આ ધરતીને બચાવવવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. પૃથ્વીની ઉપરની સપાટીમાં પ્રાકૃતિક રૂપે ઉપસ્થિત વ્હાઇટ હાઇડ્રોજનને ગોલ્ડ, પ્રાકૃતિક કે જિયોલોજિયો હાઈડ્રોજન પણ કહેવામાં આવે છે. તેને વ્હાઇટ હાઈડ્રોજન એટલે કહેવામાં આવે છે કે ઉત્પાદન દરમિયાન ઘણા ગ્રીનહાઉસ ગેસ પ્રોડ્યુસ થતી નથી.

એ નેચરલ ઉત્પન્ન થાય છે અને આ જ કારણ છે કે તેને જળવાયુ અથવા ધરતી માટે ખૂબ ફાયદાકારક બતાવવામાં આવી રહી છે. સફેદ હાઇડ્રોજનને લઈને કહેવામાં આવી રહ્યું છે કે એ સૌર કે પવન ઉર્જાની તુલનામાં ગ્રીન એનર્જી સ્ત્રોત છે કેમ કે જ્યારે હાઈડ્રોજન સળગે છે તો જે કંઇ પણ ઉત્પન્ન થાય છે તે પાણી હોય છે. આ સફળતા ફ્રાન્સના બે વૈજ્ઞાનિકો, જેક્સ પિરોનોન અને ફિલિપ ડી ડોનાટોને મળી છે. આ બંને ફ્રાન્સના નેશનલ સેન્ટર ઓફ સાયન્ટિફિક રિસર્ચ અનુસંધાનના ડિરેક્ટર છે.

વ્હાઇટ હાઇડ્રોજનવાળા ભંડારની શોધ ત્યારે થઈ, જ્યારે એ બંને લોરેન ખનન બેસિનની ઉપભૂમિમાં મિથેનની માત્રાનું આંકલન કરી રહ્યા હતા. આ બંને વૈજ્ઞાનિક જ્યારે 100 મીટર નીચે પહોંચ્યા, તો તેમને હાઇડ્રોજનની ઓછી કન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા મળી, પરંતુ જેમ જેમ તેઓ ઊંડાણમાં ગયા, કન્સન્ટ્રેશન 1,100 મીટર પર 14 ટકા અને 1,250 મીટર પર 20 ટકા સુધી પહોંચી ગઈ. રિસર્ચે ધરતી નીચે હાઇડ્રોજનના એક મોટા ભંડારની ઉપસ્થિતિના સંકેત છે.

કેવી રીતે ઉપયોગી છે સફેદ સોનું?

સફેદ હાઈડ્રોજન પૃથ્વીની ઉપરની સપાટીમાં ઉપસ્થિત પ્રાકૃતિક રૂપે ઉત્પાદિત ગેસ છે. વર્ષ 2018માં માલીમાં 98 ટકા હાઇડ્રોજનની ગેસ ઉત્પાદન કરનારા એક કૂવાએ વૈજ્ઞાનિકોનું ધ્યાન આ સંસાધન તરફ ખેચ્યું હતું. અત્યાર સુધી તેના ભંડાર અમેરિકા, પૂર્વી યુરોપ, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ અને અન્ય દેશો સહિત દુનિયાભરમાં જોવા મળ્યા છે. અનુમાન છે કે વૈજ્ઞાનિક સ્તર પર અબજો ટન સફેદ હાઈડ્રોજન હોય શકે છે. આ વ્હાઇટ હાઇડ્રોજનને વિમાનન, શિપિંગ અને સ્ટીલ નિર્માણ જેવા ઉદ્યોગો માટે સૌથી સંભવિત સ્વચ્છ ઉર્જા સ્ત્રોતના રૂપમાં જોવા મળે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp