પહેલા ડિવોર્સ લીધા પણ પછી પતિને પ્રેમિકા સાથે ન જોઇ શકનારી પૂર્વ પત્નીએ...

PC: wordpress.com

લોકો મજાકમાં કહેતા રહેતા હોય છે કે, સગા-સંબંધીઓ જે હોય છે, તેઓ આપણી પ્રગતિથી બળતા હોય છે. પરંતુ પત્નીઓ પણ પોતાના પતિઓની પ્રગતિ કે ખુશી જોઈને બળતી હોય છે, એવું ખૂબ જ ઓછું સાંભળવા મળતું હોય છે. આવો જ એક મામલો ફ્રાન્સમાં સામે આવ્યો છે, જ્યાં એક મહિલાથી તેના પતિની ખુશી જોવાઈ નહીં અને તેણે કંઈક એવું કરી દીધુ જેના કારણે તેને 10 વર્ષની જેલ અને 1.25 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 58 વર્ષીય મહિલા ફ્રાન્સની એક અદાલતમાં જજના પદ પર રહી ચુકી છે. તેણે કાગળ પર પોતાના પૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરી લીધા, જોકે તેના વિશે તેના પૂર્વ પતિને કોઈ જ માહિતી નહોતી. મહિલા પોતે જજ હતી એટલે તેની પાસે કાયદાકીય માહિતી તો હતી જ, તેનો જ ફાયદો ઉઠાવીને તેણે આ ષડયંત્ર રચ્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાએ પૂર્વ પતિ સાથે એટલા માટે બીજીવાર લગ્ન કર્યા, જેથી તે પોતાની પ્રેમિકા સાથે લગ્ન ના કરી શકે અને પોતાના નવા જીવનની શરૂઆત ના કરી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ પતિએ પ્રેમિકા માટે જ તેની સાથે છૂટાછેડા લીધા હતા. તેનો જ બદલો લેવા માટે મહિલાએ આવું હેરાન કરનારું ષડયંત્ર રચ્યું.

રિપોર્ટ્સ અનુસાર, આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિત વ્યક્તિ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે કોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવવા પહોંચ્યો. ત્યાં તેને જાણવા મળ્યું કે, તેની પૂર્વ પત્નીએ તો માર્ચ 2019માં જ તેની સાથે કાગળ પર ફરી લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પીડિતે પોતાની પૂર્વ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp