મોદી સરકારે આંખમાં આંખ મિલાવીને વાત કરી તો કેનેડા નરમઘેંસ થઇ ગયું

PC: ndtv.com

કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધમાં ખટાસ જોવા મળી. તેમના નિવેદન બાદ ભારતે પણ સખત વલણ અપનાવ્યું. સોમવારે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સાંસદ પહોંચ્યા તો તેમણે ભારતને લઈને કંઈક એવું કહ્યું જેથી બંને દેશો વચ્ચે માહોલ ગરમાઈ ગયો. તેમણે કેનેડિયન સંસદથી ભારત પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સામેલ હોવાનો આરોપ લગાવ્યો. આ પહેલી વખત છે જ્યારે કોઈ દેશે ભારત પર આ પ્રકારના સંગીન આરોપ લગાવ્યા છે.

આરોપ પણ નાનો મોટો નહીં, પરંતુ હત્યામાં સામેલ હોવાનો. ટ્રૂડોએ સંસદની અંદર કહ્યું કે, કેનેડાના નાગરિકની તેની ધરતી પર કોઈ વિદેશી સરકારની સંડોવણી સહન નહીં કરવામાં આવે. એ આપણી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે જે પૂરી રીતે અસ્વીકાર્ય છે. ત્યારબાદ કેનેડાએ ભારતના એક ટોપ ડિપ્લોમેટને સસ્પેન્ડ કરતા દેશ છોડવાનો આદેશ આપ્યો. ભારત સરકારે કેનેડાના આ આરોપને જળમૂળથી નકારી દીધા છે. તેના થોડા સમય બાદ જ ભારતે પણ કેનેડાના એક સીનિયર ડિપ્લોમેટને સસ્પેન્ડ કરી દીધા અને 5 દિવસની અંદર ભારત છોડવા કહ્યું.

ભારતના તાત્કાલિક એક્શન બાદ હવે કેનેડાના તેવર નરમ પડી ગયા છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોએ મંગળવારે કહ્યું કે, કેનેડા પોતાના એજન્ટોને એક સિખ અલગાવવાદી નેતાની હત્યા સાથે જોડાયેલા હોવાનું સૂચન આપીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તેઓ ઈચ્છે છે કે ભારત આ મુદ્દાને સારી રીતે સંબોધિત કરે. ભારત સરકારે આ મામલાને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે. અમે એવું કરી રહ્યા છીએ, અમે ઉશ્કેરવા કે તેને આગળ વધારવા બાબતે વિચારી રહ્યા નથી.

ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, કેનેડામાં હિંસાના કોઈ પણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપ પાયાવિહોણા અને પ્રેરિત છે. આ પ્રકારના પાયાવિહોણા આરોપ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ચરમપંથીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, જેમને કેનેડામાં આશ્રય આપવામાં આવ્યો છે અને જે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતા માટે જોખમ બનેલા છે. આ મામલે કેનેડિયન સરકારની નિસક્રિયાતા લાંબા સમયથી અને નિરંતર ચર્ચાનો વિષય રહી છે.

અમે ભારત સરકારને એવા ઘટનાક્રમ સાથે જોડવાના કોઈ પણ પ્રયાસને અસ્વીકાર કરીએ છીએ. અમે કેનેડા સરકારને પોતાની ધરતીથી ભારત વિરોધી તત્વો વિરુદ્ધ તાત્કાલિક અને પ્રભાવી કાયદાકીય કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ. ટ્રૂડોએ કહ્યું હતું કે, ભારતીય મૂળના કેનેડિયન નાગરિકોમાં ગુસ્સો છે અને કદાચ તેઓ ભયભીત પણ છે. તો અમને બદલવા માટે મજબૂર ન કરો. ઉલ્લેખનીય છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ અને ખાલિસ્તાની આતંકી નિજ્જરની 18 જૂનના રોજ સરેમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. નિજ્જરને કેનેડાના એક ગુરુદ્વારા બહાર ગોળી મારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp