ફ્લોરીડાની સ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થીએ ગોળીબાર કરતા, શાળાના બાળકો સહિત 17ના મોત

PC: abcnews.com

એમેરીકાના ફ્લોરીડા શહેરના એક હાઈ સ્કુલના ભૂતપુર્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઘણા વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને અન્ય ઘાયલ થાય છે. ગોળીબારના આ શંકાશીલ એવા વિદ્યાર્થી નિકોલસ ક્રુઝને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એફબીઆઈ હુમલાની તપાસમાં સ્થાનિક અધિકારીઓને મદદ કરી  છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે 19 વર્ષનો ક્રુઝ ફ્લોરીડાના પાર્કલેન્ડ સ્થિત મારજોરી સ્ટોનમેન ડગલસ હાઈ સ્કુલનો પુર્વ વિદ્યાર્થી છે. અને ગોળીબારની ઘટના આ જ સ્કુલમાં થઈ છે. ક્રુઝને તેના ગેરવર્તનને લીધે શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ક્રુઝ પાસેથી ઘણી રાઈફલની મેગેઝીન મળી આવી છે.

સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે તેની પાસે એક એઆર-15 રાઈફલ હતી. હજુ સુધી જાણવા મળ્યું નથી કે તેની પાસે બીજી રાઈફલ હતી કે નહીં. આ હુમલામાં આશેર 17 લોકોના મૃત્યુ થયા છે. સ્કુલના કેમ્પસની અંદર 12 લોકો અને સ્કુલની બહાર 3 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય બે જણે હોસ્પિતલમાં દમ તોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp