5 વર્ષ સુધી જંગલમાં ભટકતું રહ્યું આ ઘેટું, 35 કિલો ઊન કાઢીને બચાવાયું, જુઓ Video

PC: aajtak.in

દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે, તે ઝડપથી ગળે ઊતરતી નથી. પણ ખરેખર એવું બન્યું હોય છે. ખાસ કરીને પ્રાણી જગતમાં આવું ઘણી વખત બનતું હોય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના એક જિલ્લામાંથી બે માથાવાળા વાછરડાનો જન્મ થયો હતો. હવે ઓસ્ટ્રેલિયાના જંગલમાંથી એક અસાધારણ કહી શકાય એવી ઘટના સામે આવી છે. જ્યાં એક ઘેટાના શરીરમાંથી 35 કિલો ઊન કાઢીને એનો જીવ બચાવવામાં આવ્યો છે. ઊન કાઢ્યા પહેલા આ ઘેટું ઊનનો એક હાલતો ચાલતો ગોળો બની ચૂક્યું હતું.

રીપોર્ટ અનુસાર બરાક નામનું આ ઘેટું ઓસ્ટ્રેલિયાના જંગલમાં રખડતું હતું. જ્યારે લોકોએ તેને જોયું તો એ એકદમ ઊનનો ગોળો ફરતો હોય એવું દેખાતું હતું. જ્યારે આ ઘેટાને પકડીને એના શરીર પરનું ઊન કાપવામાં આવ્યું ત્યારે કુલ 35 કિલો ઊન નીકળ્યું હતું. આ ઘેટું લોકોના એક ગ્રૂપને વિક્ટોરિયન સ્ટેટ ફોરેસ્ટમાં ભટકતું મળ્યું હતું. પછી એનું રેસક્યુ કરી એનિમલ રેસક્યુ સેન્ટર પર લઈ જવાયું હતું. જ્યાં ઘેટાના શરીરમાંથી વધી ગયેલું ઊન કાપવામાં આવ્યું હતું. જેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. ઊન કપાયા બાદ ઘટું એકદમ અલગ અલગ લાગી રહ્યું છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષથી આ ઘેટું ભટકી રહ્યું હતું. જેના કારણે એના શરીર પર મોટી માત્રામાં ઊન ભેગું થઈ ગયું હતું. મિશન ફોર્મ સેંક્ચુરીના સંસ્થાપક પામ અહેર્ને જણાવ્યું હતું કે, વિશ્વાસ આવતો ન હતો કે, એક ઊનની નીચે જીવીત ઘેટું રખડી રહ્યું છે. આ ઘેટના શરીરમાંથી ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઊન કાપવામાં આવ્યું ન હતું. જેના કારણે તે આવું દેખાતું હતું. જ્યારે આ ઘેટું નાનું હશે ત્યારથી તે જંગલમાં રખડી રહ્યું હશે. એને પરત શહેરમાં આવવાનો રસ્તો પણ નહીં મળ્યો હોય.

શરીર પર વધારે પડતું ઊન હોવાને કારણે ઘેટુ વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતું ન હતું. જો આ ઘેટામાંથી ઊનને કાપવામાં ન આવ્યું હોત તો ગરમીની સીઝનમાં ઘેટું મરી જાત. એ પણ શક્ય છે. હાલમાં આ ઘેટુ સુરક્ષિત છે અને એની પૂરતી કેર કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp