શું રાજનીતિમાં વાપસી કરશે શેખ હસીના? પુત્ર જોયે ખોલ્યું રહસ્ય
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપીને ભારત આવી ગયા છે. અહીથી લંડન કે કોઇ ત્રીજા દેશમાં જઇને રહેવાનો તેમનો ઇરાદો છે, પરંતુ શું શેખ હસીના ફરી બાંગ્લાદેશ પાછા ફરશે? શું તેઓ રાજનીતિ કરવા માગશે? તેને લઇને શેખ હસીનાના પુત્ર સાજિદ જાવેદ જોયે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, મારી માતાએ બાંગ્લાદેશમાં બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના પ્રયાસો છતા લોકોએ વિદ્રોહ કર્યો, જેથી તેઓ ખૂબ નિરાશ છે. તેઓ ક્યારેય બાંગ્લાદેશની રાજનીતિમાં નહીં ફરે.
BBC વર્લ્ડ સર્વિસને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં જોયે કહ્યું કે, તેમના માતા શેખ હસીના રવિવારથી જ રાજીનામાં પર વિચાર કરી રહ્યા હતા. ત્યારબાદ તેમની સુરક્ષાને લઇને પરિવારે ખૂબ દબાવ બનાવ્યો એટલે તેમને દેશ છોડી દીધો. જોય આ અગાઉ પોતાની માતાના અંગત સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. જોયે પોતાની માતાના કાર્યકાળનો બચાવ કરતા કહ્યું કે, મારા માતાએ બાંગ્લાદેશને બદલી દીધું છે.
જ્યારે તેમણે સત્તા સંભાળી હતી, ત્યારે બાંગ્લાદેશને એક નિષ્ફળ એન નકામો દેશ માનવામાં આવતો હતો. એ સમયે તે ખૂબ ગરીબ હતો, પરંતુ આજે બાંગ્લાદેશને એશિયન ઊભરતા બજારોમાંથી એક માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ તુલના ઘણા મોટા દેશો સાથે કરવામાં આવે છે. તેની ઇકોનોમીના વખાણ થતા હતા, પરંતુ કદાચ કેટલાક લોકોને દેશનું આ સ્વરૂપ પસંદ ન હોય. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પ્રદર્શનકારીઓ પર અત્યંત બળ પ્રયોગ કરવાની શરૂ જરૂરિયાત હતી?
તેના પર શેખ હસીનાના પુત્રએ કહ્યું કે, જે પ્રકારની હિંસા કરવામાં આવી રહી હતી. દેશની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહી હતી. તેને જોતા સરકારની પ્રતિક્રિયા એકદમ યોગ્ય હતી. એ લોકોએ પોલીસકર્મીઓને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધા. કાલે જ 13 પોલીસકર્મીઓની એક પોલીસ સ્ટેશનમાં હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે ભીડ મારી મારીને મોતને ઘાટ ઉતારી રહી છે તો તમે પોલીસ પાસે શું આશા રાખી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp