લગ્નના એક દિવસ બાદ પતિ-પત્નીએ ડિવોર્સ લઈ લીધા

PC: mentalhealth4muslims.com

લગ્ન વખતે દરેક કપલ એવું વિચારે છે કે, હવે તેઓ એકબીજાનો જીવનના અંતિમ શ્વાસ સુધી સાથ આપશે. પણ ઘણી વખત સંબંધોમાં તીરાડ એટલી ઝડપથી પડી જાય છે કે, માન્યામાં આવતું નથી. UAEમાં પણ આવો એક કેસ સામે આવ્યો હતો, જેમાં લગ્નના માત્ર એક દિવસમાં પતિ પત્ની છૂટા પડી ગયા હતા. આ સાથે જ આ લગ્ન UAEમાં સૌથી ટૂંકાગાળા માટે યથાવત રહેલા લગ્ન તરીકે નોંધાયા છે.

ખાલીજ ટાઈમ્સના એક રીપોર્ટ અનુસાર UAEના ન્યાય મંત્રાલયે ગત વર્ષે દેશમાં થયેલા તલાકના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા અનુસાર વર્ષ 2021માં UAEમાં 648 તલાકના કેસ સામે આવ્યા હતા, જેમાં સૌથી ટૂંકા ચાલેલા લગ્ન એક દિવસના રહ્યા હતા. જ્યારે સોથી લાંબા લગ્ન 47 વર્ષના રહ્યા છે. 47 વર્ષ બાદ એક પતિ પત્ની એકબીજાથી અલગ થઈ ગયા હતા. પણ આ કપલ મૂળ UAEનું ન હતું.

આંકડા પરથી કહી શકાય છે કે, 311 તલાકના કેસ UAE કપલ્સના હતા. જ્યારે 194 કેસ વિદેશી કપલ્સના રહ્યા હતા. 15 તલાકના કેસ UAEની મહિલા નાગરિક અને વિદેશી નાગરિક વચ્ચે થયા હતા. કોર્ટે શારજહાં, અજમાન, ઉમ્મ અલ ક્વેન અને ફુજૈરાહ અમીરાતમાં આ તલાકના કેસ રજીસ્ટર્ડ કર્યા હતા. ન્યાય મંત્રાલયના રીપોર્ટ અનુસાર વર્ષ 2021માં આ શહેરમાં રજીસ્ટર્ડ વિવાહની કુલ સંખ્યા 4542 હતી.

આમાંથી કેટલાક લગ્ન એક દિવસથી લઈને 15 દિવસ સુધી જ ટક્યા હતા. કારણ કે કપલ્સે લગ્નનો એક મહિનો પૂરો થાય એ પહેલા જ અલગ અલગ કારણોસર એકબીજાનો તલાક આપી દીધા હતા. જ્યારે કેટલાક કપલ્સે લગ્નના 30થી 47 વર્ષ બાદ તલાક માટે અરજી કરી હતી. લગ્ન જીવનમાં પડી રહેલા ભંગાણને લઈ UAEમાં પારિવારિક સલાહકારો અને મનોવૈજ્ઞાનિકો ઘણા કારણો આપે છે. જેમ કે, પાર્ટનર સાથે ચિટિંગ કરવું, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, કમિટમેન્ટ ન હોવું, વાતચીત ન કરવી, ગાળો દેવી, સોશિયલ મીડિયા, જવાબદારીઓમાંથી છટકવું અને ક્યારેય પૂરી ન થનારી ઈચ્છાઓને પાળવી.

એડવાન્સ ક્યોર સાથે કામ કરી રહેલા સાયકોલોજીસ્ટ ડૉ. ડોલી હબલે તૂટી રહેલા લગ્ન જીવનને લઈને કહ્યું કે, લગ્ન અને જવાબદારીઓ માટે તૈયાર ન હોવાને કારણે ભંગાણ પડે છે. ઘણા લોકો લગ્ન માટે તૈયારીઓ કરતા હોય છે. પણ જ્યારે બે વ્યક્તિ એકબીજા માટે તૈયાર નથી હોતી ત્યારે તેઓ રિલેશનશીપ ટકાવી રાખવા માટે સફળ થતા નથી. સમય જતા સંબંધોમાં તિરાડ પડી જાય છે. અંતે આવા જ લોકો તલાક લઈ લે છે. જ્યારે વ્યક્તિ કોઈ રીલેશનશીપ શરૂ કરે છે ત્યારે તેણે પોતાની કે સામેની વ્યક્તિની એક પ્રાયોરિટી નક્કી કરી લેવી જોઈએ. આ અંગે વિચાર કરવો જોઈએ. બંને વ્યક્તિ આ મુદ્દા પર વિચાર કરે એ જરૂરી છે. માનસિકતા અને અને વ્યક્તિત્વમાં અંતરને કારણે લગ્ન તૂટી જાય છે.

આવા કપલ્સમાં સતત ઝઘડા થતા રહે છે. તર્ક વિતર્ક થાય છે. કોઈ એક મુદ્દે સહમત થવાના બદલે દરેક નાની નાની વાત પર સાબિત કરવા માગે છે કે, તે સાચા છે અને બીજી વ્યક્તિ ખોટી છે. તો કેટલાક લગ્નમાં વિવાહ બાદ બીજા લફરાને કારણે લગ્ન જીવનમાં ભંગાણ પડે છે. વ્યક્તિ પોતાની વ્યક્તિને છોડીને બીજા સાથે સંબંધ બનાવે છે ત્યારે કંકાસ થાય છે. કારણ કે કેટલાક લોકો આવું ચિટિંગ સહન નથી કરી શકતા. વફાદાર ન હોય વ્યક્તિ તે પણ ભંગાણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp