અમેરિકામાં પહેલીવાર શીખોની અલગથી વસતી ગણતરી થશે

PC: jammulinksnews.com

દરેક દેશમાં અમુક વર્ષો પછી વસતી ગણતરી થતી હોય છે તેમ આ વર્ષે એટલે કે વર્ષ 2020માં અમેરિકામાં પણ વસતી ગણતરી થશે. રિપોર્ટ મુજબ એમ કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં થનારી 2020ની વસતી ગણતરીમાં શીખોની પણ ગણતરી કરવામાં આવશે અને તેમને એક અલગ કોડ પણ આપવામાં આવશે જેથી શીખોની વસતી ગણતરી સ્પષ્ટ અને સારી રીતે થઇ શકે.

અમેરિકામાં આ વર્ષની વસતી ગણતરીમાં (2020 Census) શીખ સમુદાયને પહેલીવાર બીજી જાતિના સમૂહમાં ગણવામાં આવશે. સેન ડિએગોના શીખ સમુદાયના અધ્યક્ષ બલજીત સિંહે જણાવ્યું હતું કે, શીખ સમુદાયને તેમના પ્રયાસોનું ફળ મળી ગયું છે. આનાથી અમેરિકામાં રહેતા માત્ર શીખ સમુદાય જ નહીં, પરંતુ અન્ય જાતિઓના સમૂહો માટે પણ આગળ વધવાનો અવસર છે.

તમને જણાવી દઇએ કે, યુનાઇટેડ શીખ સમુદાયનું પ્રતિનિધિ મંડળ ઘણી વખત અમેરિકી વસતી ગણતરી વિભાગને મુલાકાત કરતું રહે છે. 5 જાન્યુઆરીએ શીખ સમુદાયે ફરી એકવાર સેન ડીએગોમાં વસતી ગણતરી વિભાગ સાથે મુલાકાત કરી હતી. યુનાઇટેડ શીખ સંગઠનના કહેવા અનુસાર હાલના સમયમાં અમેરિકામાં લગભગ 10 લાખ શીખો વસવાટ કરે છે.

યુનાઇટેડ શીખ નામના સંગઠને કહ્યું હતું કે, આ પહેલીવાર એવું થશે કે અમેરિકાની વસતી ગણતરીમાં લઘુમતી સમુહની અલગથી વસતી ગણતરી કરવામાં આવશે અને તેને અલગ કોડ મળશે. નાયબ નિયામકે કહ્યું હતું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકામાં શીખોની સ્પષ્ટ ગણતરી માટે એક અલગ કોડની જરૂરિયાત પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp