1 કિલો ગાંજાની તસ્કરી બદલ એક ભારતીયને આ દેશમાં આપવામાં આવી ફાંસી
સિંગાપોરમાં બુધવારે એક કિલોગ્રામ ગાંજાની તસ્કરીના ષડયંત્રના દોષી એક કેદીને ફાંસી આપવામાં આવી. તેના માટે રાજ્યમાં મોતની સજાને સમાપ્ત કરવાની આંતરરાષ્ટ્રીય અપીલની પણ અવગણના કરવામાં આવી. સિંગાપોર માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય દ્વારા ફાંસી પર તાત્કાલિક પુનર્વિચાર કરવા અને તેને રોકવા માટે બ્રિટિશ ટાઇકૂન રિચર્ડ બ્રેનસન દ્વારા કોલ કરવાના અનુરોધ છતા ફાંસી આપવામાં આવી. સિંગાપોર જેલ સેવાના એક પ્રવક્તાએ એએફપીને જણાવ્યું, સિંગાપોરના 46 વર્ષીય તંગારાજૂ સુપ્પૈયાને આજે ચાંગી જેલ પરિસરમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો.
તંગારાજૂને 2017માં તસ્કરીના ષડયંત્રમાં સામેલ હોવા માટે ઉશ્કેરવાનો દોષી જાહેર કરવામાં આવ્યો હતો. તેને 2018માં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને કોર્ટ ઓફ અપીલે નિર્ણયને જાળવી રાખ્યો હતો. સિંગાપોરમાં મોતની સજા માટે ગાંજાની આવશ્યક ન્યૂનતમ માત્રા બેવાર 1017.9 ગ્રામ છે. જીનેવા સ્થિત ગ્લોબલ કમિશન ઓન ડ્રગ પોલિસીના સભ્ય બ્રેનસને પોતાના બ્લોગ પર લખ્યું કે, ધરપકડના સમયે તંગારાજૂ પાસે કંઈ નહોતું અને સિંગાપોર એક નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારનારો હોઇ શકે છે.
સિંગાપોરના ગૃહ મામલાના મંત્રાલયે જવાબ આપ્યો કે, તંગારાજૂનો અપરાધ એક ઉચિત શંકાથી વિપરીત સાબિત થયો છે. મંત્રાલયે કહ્યું કે, અભિયોજકોએ કહ્યું કે, બે મોબાઇલ ફોન નંબર તેના છે, જેનો ઉપયોગ દવાઓના વિતરણને સમન્વયિત કરવા માટે કરવામાં આવ્યો હતો. દુનિયાના ઘણા હિસ્સાઓમાં, પાડોશી થાઈલેન્ડ સહિત કેનબિસને ડિક્રિમિનલાઇઝ કરવામાં આવ્યો છે. અધિકાર ગ્રુપ સિંગાપોર પર મૃત્યુદંડને સમાપ્ત કરવા માટે દબાણ બનાવી રહ્યું છે. એશિયન નાણાકીય કેન્દ્રમાં દુનિયાના કેટલાક સૌથી કડક નશીલા પદાર્થ વિરોધી કાયદો છે અને તેનું કહેવુ છે કે, મોતની સજા તસ્કરી વિરુદ્ધ એક પ્રભાવી નિવારક બની છે. પરંતુ, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્તનું કાર્યલય અસહમત છે.
ઓએચસીએચઆરએ એક નિવેદનમાં કહ્યું, મૃત્યુદંડની સજા હજુ પણ કેટલાક દેશોમાં આપવામાં આવે છે, મુખ્યરૂપે એક ભ્રમણાને કારણે કે તે અપરાધને અટકાવે છે. તંગારાજૂના પરિવારે ક્ષમાદાનની અરજી કરી હતી. બુધવારે આપવામાં આવેલી ફાંસી છેલ્લાં છ મહિનામાં પહેલી અને રાજ્યમાં ગત વર્ષમાં 12મી છે. સિંગાપોરે બે વર્ષથી વધુ સમયના અંતરાલ બાદ માર્ચ 2022થી તેને ફરી શરૂ કરી દીધી છે.
જે લોકોને ફાંસી આપવામાં આવી, તેમા નાગેંથ્રન કે. ધર્મલિંગમ પણ હતા, જેમની ફાંસી પર સંયુક્ત રાષ્ટ્ર અને બ્રેનસન સહિત વૈશ્વક આક્રોશ ફેલાઈ ગયો કારણ કે, તેમને માનસિકરૂપે અક્ષમ માનવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રનું કહેવુ છે કે, મૃત્યુદંડ વિશ્વ સ્તર પર એક પ્રભાવી નિવારક સાબિત નથી થયું અને આંતરરાષ્ટ્રીય માનવાધિકારની સાથે અસંગત છે, જે માત્ર સૌથી ગંભીર અપરાધો માટે મૃત્યુદંડની અનુમતિ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp