સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું કોરોના અને વેક્સીનથી હાર્ટ એટેકનું કેટલું જોખમ?

PC: wionews.com

હાલના દિવસોમાં હાર્ટ એટેકના વધતા કેસોને ઘણા લોકો કોરોના વાયરસ અને તેની વેક્સીનની સાઇડ ઇફેક્ટ સાથે જોડીને જોઈ રહ્યા છે. જો કે, હવે તેને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને મોટી જાણકારી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોરોના સંક્રમણ બાદ હાર્ટ એટેકનું જોખમ વેક્સીન લીધા બાદની તુલનામાં 4-5 ટકા વધારે છે.

સૌમ્યા સ્વામીનાથને એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે, એ સારી રીતે સ્થાપિત છે કે કોરોના વાયરસ સંક્રમણ બાદ હાર્ટ એટેક, સુગર, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. કોરોના વાયરસ બાદ હાર્ટ એટેક આવવાનું જોખમ વેક્સીનેશન બાદની તુલનમાં 4-5 ટકા વધારે છે. કોરોના વાયરસ સંક્રમણ બાદ આવનારા હાર્ટ એટેક પોતાની જાતમાં એક મુખ્ય જોખમકારક છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઘણા અન્ય વિશેષજ્ઞોએ વારંવાર ચેતવણી આપી કે કોરોના સંક્રમણ હાર્ટ એટેક, તંત્રીકા તંત્રની નિષ્ફળતા સહિત ઘણી ઘાતક બીમારીઓનું કારણ હોય શકે છે. કોરોના વેક્સીન લગાવનારાને કોરોના વાયરસનું સંક્રમણનું કેટલું જોખમ છે? આ સવાલના જવાબમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીએ કહ્યું કે, એક નાનકડું જોખમ એ છે કે કોરોના વાયરસ આ પ્રકારે મ્યૂટેટ થઈ જશે કે વેક્સીનથી મળનારી ઇમ્યુનિટી તેની વિરુદ્ધ બેઅસર થઈ જાય, એટલે તેના પર સતત દેખરેખ રાખવી જરૂરી છે.

આ અગાઉ બ્રિટનના પ્રસિદ્ધ ‘રોયલ સોસાયટી ઓફ મેડિસિન’ જર્નલમાં પ્રકાશિત એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે, લાંબા સમય સુધી કોરોનાથી પ્રભાવિત થઈ રહેલા 59 ટકા દર્દીઓમાં શરૂઆતી લક્ષણ સામે આવવાના લગભગ એક વર્ષ બાદ અંગ ખરાબ થવાના કેસ સામે આવ્યા છે. તેમાં એ દર્દી પણ સામેલ છે, જે પહેલી વખત સંક્રમિત થયા બાદ ગંભીર રૂપે બીમાર પડ્યા નહોતા. આ શોધમાં એવા 536 લોકોને સામેલ કરવામાં આવ્યા, જે લાંબા સમય સુધી કોરોના વાયરસથી પ્રભાવિત રહ્યા અને આ દરમિયાન તેમણે શ્વાસ લેવામાં પરેશાની અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.

સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, આ 536 દર્દીઓમાં પહેલી વખત સંક્રમણની પુષ્ટિ થવાના 6 મહિના બાદ અંગ સારી રીતે કામ ન કરવાની જાણકારી સામે આવી. સંશોધનકર્તાએ 6 મહિના બાદ આ દર્દી પર 40 મિનિટ લાંબુ ‘મલ્ટી ઓર્ગન MRI સ્કેન’ કર્યું. તેના નિષ્કર્ષથી આ વાતની પુષ્ટિ થઈ કે લાંબા સમય સુધી કોરોના વાયરસથી પ્રભાવિત રહેલા 29 ટકા દર્દીના ઘણા અંગ ખરાબ થઈ ગયા, જ્યારે સંક્રમિત થવાના લગભગ 1 વર્ષ બાદ 59 ટકા દર્દીના એક અંગે કામ કરવાનું બંધ કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp