‘ઇમોશનલ સપોર્ટથી લઈને કિસ સુધી ખરીદી લો..’, અહીં છોકરીએ લગાવી અનોખી દુકાન
ઓફિસમાં કામકાજના મેન્ટલ પ્રેશર અને પછી ઘરની જવાબદારીઓથી થાકી ચૂકેલા લોકો મોટા ભાગે ભાવાત્મક સહયોગ શોધે છે. કોઇ પણ મિત્ર કે ગર્લફ્રેન્ડ પાસે તેમને એ મળી પણ જાય છે, પરંતુ જેમના કોઇ મિત્ર નથી કે કોઇ સાથે એવા સંબંધ નથી, તેઓ ડિપ્રેસ થઇ જાય છે. એવામાં ચીનની કેટલીક મહિલાઓએ તેની સાથે જોડાયેલી એક સેવા શરૂ કરીને લોકોને હેરાન કરી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં મેનલેન્ડના ઇન્ટરનેટ યુઝર્સે શેન્જેનના ભીડભાડ ભરેલા રસ્તાઓ પર એક દુકાન જોઇ છે.
તથા કથિત યુવાતીઓ રોડના કિનારે સ્ટોલો પર હગ, કિસ અને થોડા કલાક સાથે વેંચતી નજરે પડી. જેની બાબતે સોશિયલ મીડિયા ચર્ચા ફરીથી શરૂ થઇ ગઇ. શેન્જેનમાં એક સબવે સ્ટેશનની બાજુમાં એક યુવતીએ એક બેનર લગાવ્યું, જેના પર લખ્યું હતું એક વખત ગળે લગાવવા માટે 1 યુઆન (14 અમેરિકન સેન્ટ), એક કિસ માટે 10 યુઆન, સાથે ફિલ્મ જોવા માટે 15 યુઆન. અન્ય મહિલાઓએ ફૂટપાથ પર સ્ટોલ લગાવ્યા, જેના પર લખ્યું હતું ઘર કામમાં મદદ કરવા માટે 20 યુઆન (US 2.8 ડોલર), તમારી સાથે દારૂ પીવા માટે પ્રતિ કલાક 40 યુઆન.
સોશિયલ મીડિયા પર જાહેર રિપોર્ટ્સથી ખબર પડે છે કે આ મહિલાઓ એક વખતની સેરમાં 100 યુઆન કમાઇ રહી છે. સાથે જ તેને તણાવ દૂર કરવા અને મેળ-મિલાપ વધારવાની એક રીત પણ માની શકાય છે. એક વ્યક્તિએ લખ્યું કે, મહિલાઓને સપોર્ટની કિંમત લગાવવી અપમાનજનક છે અને તેમની ગરિમાને નબળી કરે છે. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે એ ગેરકાયદેસર છે, છોકરીઓને પોતાની સુરક્ષાની જરૂરિયાત છે. અન્ય જગ્યાએ પણ આ પ્રકારની સેવાઓની રજૂઆતના રિપોર્ટ આવ્યા છે.
જાન્યુઆરીમાં કોઇએ જિયાહોંગશુ પર એક તસવીર શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે એક યુવા મહિલાને દક્ષિણ-પશ્ચિમ ચીનના યૂનાન પ્રાંતના પર્યટન સ્થળ ડાલી પ્રાચીન શહેરમાં વન ડે ગર્લફ્રેન્ડ સર્વિસનો સ્ટોલ લગાવીને જોઇ હતી. તસવીરમાં એક સાઇન દેખાઇ, જેના પર લખ્યું હતું એક દિવસની ગર્લફ્રેન્ડ, એક દિવસના 600 યુઆન (USD 84). હું તમારો ખૂબ ખ્યાલ રાખું છું, જેમાં એક સાથે ડિનર, હગ વગેરે સામેલ છે, પરંતુ સેક્સ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp