બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન વચ્ચે મુસ્લિમ કરી રહ્યા છે હિન્દુ મંદિરોની રક્ષા

PC: indiatimes.com

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન વચ્ચે હિન્દુ મંદિર નિશાના પર છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ અનોખી ચળવળ શરૂ કરી છે. આ લોકો ગ્રુપ બનાવીને એક પછી એક મંદિરોની રક્ષા કરી રહ્યા છે, જેથી મુસ્લિમ પ્રદર્શનકારી તેમને નિશાનો ન બનાવી શકે. ઉલ્લેખનીય છે કે નરસિંગદી જિલ્લાના કાંદીપારા ગામમાં કાળી મંદી પર હુમલો થયો છે. રાત્રે 3:00 વાગ્યે ઢાંકાના ઢાકેશ્વરી હિન્દુ મંદિરની ચોકીદારી કરતા વિદ્યાર્થીઓના વિઝ્યૂઅલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય રિપોર્ટ મુજબ રંગપુરથી હિન્દુ કાઉન્સિલર કાજલ રોયની ઉપદ્રવીઓએ હત્યા કરી દીધી. આ દરમિયાન બાંગ્લાદેશની સેના હિન્દુ લઘુમતીઓની સુરક્ષા માટે સામે આવી છે. સેનાએ હિન્દુ પરિવારો, મંદિરો અને અન્ય પૂજા સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. નેધરલેન્ડના નેતા ગીર્ડ વાઈલ્ડરે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓને તાત્કાલિક રોકવાની માગ કરી છે. તેમણે X પર લખ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભયાનક છે. બર્બર ઇસ્લામી ભીડ દ્વારા તેમને મારવામાં આવી રહ્યા છે અને તેમના ઘરો અને મંદિરોને સળગાવવામાં આવી રહ્યા છે. તેને તાત્કાલિક રોકવી જોઈએ.

બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને જઇ ચૂક્યા છે અને સેનાએ મોરચો સંભાળી લીધો છે. જેણે વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશના મુસ્લિમ ધર્મગુરુ પણ મંદિરોની રક્ષા કરી રહ્યા છે. એ સિવાય હિન્દુ વિસ્તારોમાં સેના પણ તૈનાત કરવામાં આવી છે. સેના અહી હિન્દુઓની મુસ્લિમોથી રક્ષા કરી રહી છે.

બાંગ્લાદેશમાં દેશવ્યાપી આંદોલનના સમન્વયકોએ સોમવારે વિદ્યાર્થીઓને ઇચ્છિત લક્ષ્ય હાંસલ કરવા સુધી શાંતિપૂર્ણ વિરોધ કરવાનો આગ્રહ કર્યો. આંદોલનના સમન્વકર્તાઓમાંથી એક નાહિદ ઇસ્લામે વિદ્યાર્થીઓને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, વર્તમાન સ્થિતિમાં કોઈને પણ લૂંટનો અવસર ન મળે. ઇસ્લામે એક બંગ્લા સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, આપણે આપણી રાષ્ટ્રીય સંપત્તિની રક્ષા કરવાની છે. આ અવસર પર કોઈને પણ લૂંટવાનો અવસર ન મળવો જોઈએ.

તેણે વિદ્યાર્થીઓને ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થવા સુધી શાંતિપૂર્વક રસ્તાઓ પર બેસવાની વાત કરતા કહ્યું કે, તેમના આંદોલનનું ઉદ્દેશ્ય અન્ય વાતો સિવાય દમનકારી વ્યવસ્થામાં સુધાર કરવાનો છે. ઢાકામાં બાંગ્લાદેશ સેના પ્રમુખ જનરલ વકાર ઉજ જમાએ કહ્યું હતું કે, શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને એક વચગાળાની સરકાર કાર્યભાર સંભાળવા જઇ રહી છે. છેલ્લા 2 દિવસોમાં હસીના સરકાર વિરોધ વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp