ફેસ માસ્ક પહેરવાથી કોવિડ-19ને ફેલાતો રોકવામાં વધુ મદદ ના મળીઃ અધ્યયનમાં દાવો

PC: voanews.com

કોરોના વાયરસ અને તેનાથી થનારા રોગ કોવિડ-19ને પગપેસારો કરીને ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ ચુક્યો છે અને દુનિયાભરમાં આ બીમારી લાખો જીવ લઈ ચુકી છે, પરંતુ અત્યારસુધી એ વાતના પર્યાપ્ત પુરાવા નથી મળી શક્યા કે ફેસ માસ્ક લગાવવાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ શરૂઆતી દોરમાં દાવો કર્યો હતો કે ફેસ માસ્ક જરૂરી નથી પરંતુ, એપ્રિલ 2020 આવતા-આવતા તેણે લોકોને માસ્ક પહેરવા માટે કહેવાનું શરૂ કરી દીધુ.

ફોક્સ ન્યૂઝ અનુસાર, CDCના નિદેશક ડૉ. રોબર્ટ રેડફીલ્ડે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, ફેસ માસ્ક જ આપણી પાસે ઉપલબ્ધ સૌથી તાકાતવર સ્વાસ્થ્ય હથિયાર છે. પછી ટૂંક સમયમાં જ દુનિયાભરમાં ફેસ માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું. હવે, દુનિયાભરની જાણીતી યુનિવર્સિટીઝના 12 રિસર્ચર્સના નેતૃત્વમાં કરવામાં આવેલી સમીક્ષા બાદ કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19ને ફેલાતો અટકાવવામાં માસ્ક પહેરવાની ભૂમિકા મામૂલી રહી હોઈ શકે છે.

સમીક્ષાને કોચરેન લાઇબ્રેરીએ પ્રકાશિત કરી છે અને તે અંતર્ગત એ તપાસવા માટે 78 નિયંત્રિત ટ્રાયલ કરવામાં આવ્યા કે શું ફેસ માસ્ક પહેરવા અને હાથને ધોતા રહેવાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાયો કે ઓછો થયો. સ્લેટ રિપોર્ટ અનુસાર, કોચરેન સમીક્ષાઓને દુનિયાભરમાં એવિડેન્સ-બેસ્ડ મેડિસિનનું શાનદાર માપદંડ માનવામાં આવે છે.

રિસર્ચ કરનારાઓએ કોવિડ-19ને અટકાવવામાં માસ્ક પહેરવા અને માસ્ક ના પહેરવાની ભૂમિકાઓની સરખામણી કરી હતી. આ સંદર્ભમાં સમીક્ષાના લેખકે કહ્યું, સમુદાયો દ્વારા માસ્ક પહેરવાથી સંભવતઃ મામૂલી અથવા જરા પણ ફરક ના પડ્યો. અધ્યયનમાં એવો દાવો પણ કરવામાં આવ્યો કે મેડિકલ/ સર્જિકલ માસ્ક વર્સીસ N95 ની વચ્ચે પણ કોઈ સ્પષ્ટ અંતર નહોતું. અધ્યયનમાં જાણવા મળ્યું કે, N95/ P2 રેસ્પેરેટર પહેરવાથી સંભવતઃ તેનો કોઈ ફરક ના પડ્યો કે મામૂલી ફરક પડ્યો કે કેટલા લોકોમાં ફ્લૂની પુષ્ટિ થઈ. (પાંચ અધ્યયન, 8407 લોકો) અને તેના પર પણ ખૂબ જ ઓછો ફરક અથવા ફરક ના પડ્યો કે કેટલા લોકો ફ્લૂ જેવી બીમારીથી પીડિત થયા (પાંચ અધ્યયન, 8407 લોકો), અથવા શ્વાસ સંબંધી બીમારીથી પીડિત થયા (ત્રણ અધ્યયન, 7799 લોકો).

ફોક્સ ન્યૂઝ અનુસાર, 78 અધ્યયનોમાં તમામ ઉંમર વર્ગવાળા દેશોના પ્રતિભાગિઓ પર ધ્યાન આપવામાં આવ્યું. અધ્યયનના લેખકોએ જણાવ્યું, રિસર્ચરોએ વર્ષ 2009માં H1N1 ફ્લૂ મહામારી, ફ્લૂની મૌસમ, વર્ષ 2016 સુધીની મહામારી ફ્લૂની મૌસમ અને કોવિડ-19 મહામારી દરમિયાનના આંકડા ભેગા કર્યા.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, રિસર્ચનો નિષ્કર્ષ નિશ્ચિત નથી. સમીક્ષામાં સામેલ કેટલાક અધ્યયનોને કોવિડ પહેલા કરવામાં આવ્યા હતા, જ્યારે વાયરસનો પ્રસાર એટલો ઝડપી નહોતો. ઘણા લોકએ માસ્ક પણ ઈમાનદારીથી પહેર્યું નહોતું. અન્ય શોધો પરથી જાણકારી મળી છે કે, માસ્ક વિશેષરીતે ઈન્ડોર વાતાવરણમાં કોવિડના ફેલાવાને ઓછો કરી શકે છે અને આ જ કારણ છે કે તે એક મહત્ત્વપૂર્ણ ઉપકરણ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp