અંતરીક્ષમાં ફસાયેલી સુનિતાની ધરતી પર વાપસી કેમ મુશ્કેલ? NASA પાસે આટલો સમય

PC: telegraphindia.com

ભારતીય મૂળના અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) પર ફસાઈ ગયા છે. તેમની ધરતી પર વાપસીની આશા ફરી એક વખત તૂટી ગઈ છે. 6 જૂને તેમણે ISS પર પગ રાખ્યો હતો. ત્યારબાદ 13 જૂને પાછું ફરવાનું હતું, પરંતુ બોઈંગના સ્ટારલાઇનર કેપ્સૂલમાં ખરાબી આવી ગઈ. તેનાથી તેમની યાત્રા 22 જૂન સુધી ટાળી દેવામાં આવી. 22 જૂને પણ કોઈ ટેક્નિકલી કારણોસર તેમની ધરતી પર વાપસી ન થઈ શકી. ત્યારબાદ હવે અમેરિકન અંતરીક્ષ એજન્સી NASAની ચિંતા વધી ગઈ છે.

આ યાનની સમસ્યા અત્યાર સુધી સારી થઈ નથી. સ્ટારલાઇનર અંતરીક્ષ યાનને ઉડાણ દરમિયાન પરેશાનીનો સામનો કરવો પડ્યો. યાનના થ્રસ્ટરોએ 5 વખત અચાનક કામ કરવાનું બંધ કરી દીધું છે. હીલિયમ ગેસનું લીકેજ થવાથી યાનનું ઉડાણ ભરવાનું મુશ્કેલ હતું. બોઇંગમાં સ્ટારલાઇનર કાર્યક્રમ વર્ષોથી સોફ્ટવેર ગરબડીઓ, ડીઝાઇન સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. 6 જૂને આ યાન ડોક કરવા માટે સ્પેસ સ્ટેશનની નજીક પહોંચ્યું તો થ્રસ્ટર ફેલિયર જોવા મળ્યું. આ કારણે અંતરીક્ષ યાન સ્પેશ સ્ટેશનની નજીક ત્યાં સુધી ન ગયું, જ્યાં સુધી ખરાબી સારી ન કરી લેવામાં આવી.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, આ અંતરીક્ષ યાત્રીઓને પરત લાવવા માટે NASAએ વધુમાં વધુ 45 દિવસનો સમય રાખ્યો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી સુનિતા વિલિયમ્સ અને તેના સહયોગીને પરત લાવવા માટે ઑન ગ્રાઉન્ડ એન્જિનિયર્સની ટીમ દિવસ રાત કામ પર લાગ્યા છે. NASAના અધિકારીઓએ જણાવ્યું કે, સ્ટારલાઇનર અંતરીક્ષ યાનનું રિટર્ન મોડ્યુલ ISS હાર્મની મોડ્યુલ સાથે જોડાયેલું છે. હાર્મનીનો ઈંધણ ભંડાર ઓછો હોવાના કારણે યાત્રીઓની વાપસી એક મોટો પડકાર છે.

જે કેપ્સૂલમાં સુનિતા સવાર છે, તેમાં ટેક્નિકલી ખરાબી આવી ગઈ છે. NASAએ 3 વખત મિશન રોક્યા બાદ બોઇંગને અંતરીક્ષમાં મોકલ્યું હતું. આ બોઈંગ સ્ટારલાઇનર કેપ્સૂલની પહેલી ઉડાણ છે, જેમાં ચાલક દાળના સભ્યોમાં NASAના 2 પાયલટ સામેલ છે. ઉલ્લેખનીય છે કે અંતરીક્ષથી ધરતી પર વાપસી ખૂબ જટિલ પ્રક્રિયાઓમાંથી એક છે. પૃથ્વીના વાયુમંડળમાં રીએન્ટ્રી દરમિયાન સ્પેસક્રાફ્ટ 28,000 કમી પ્રતિ કલાકની ગતિથી ધીમી હોવી જોઈએ. રીએન્ટ્રી બાદ પેરાશૂટ સિસ્ટમની સુરક્ષા માટે સ્પેસક્રાફ્ટની આગળ લાગેલી હિટ શિલ્ડને હટાવવામાં આવે. તેની ગતિને ધીમે ધીમે ઓછી કરવામાં આવે છે. લેન્ડિંગ દરમિયાન સ્પેસક્રાફ્ટની ગતિ લગભગ 6 કિમી પ્રતિકલાક રહી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp