Video: અભિનેત્રી ગાયત્રી જોશીની લેમ્બોર્ગિનીએ ફરારી કારને મારી ટક્કર, 2ના મોત

PC: LatestLY.com

શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી ગાયત્રી જોશીની કાર ઈટલીમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. આ દરમિયાન તે પોતાના પતિ વિકાસ ઓબેરોયની સાથે લેમ્બોર્ગિનીમાં સફર કરી રહી હતી. જોકે બંનેના જીવ બચી ગયા છે. પણ આ અકસ્માતમાં ફરારી કારમાં સવાર એક સ્વિસ કપલનું મોત થયું છે.

સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી અને તેનો પતિ લગ્ઝરી કારોની સાથે રેસ કરી રહ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, ઘટના ઈટલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં બની છે. ઘટના સમયે ગાયત્રી અને તેનો પતિ પોતાની લેમ્બોર્ગિનીમાં જઇ રહ્યા હતા. તેમની કારની આગળ પાછળ અન્ય ઘણી લગ્ઝરી કારો પણ ચાલી રહી હતી. આ દરમિયાન આગળ ચાલી રહેલા એક મિની ટ્રકને ઓવરટેક કરતા સમયે તેમની ગાડીએ ફરારી કારને ટક્કર મારી દીધી. જે સાથે ચાલી રહેલી મિની ટ્રક સાથે અથડાઇ ગઇ. આ ટક્કરથી મિની ટ્રક પલટી મારી ગઇ અને ફરારીમાં આગ લાગી ગઇ. જેમાં સવાર દંપતિની મોત થઇ.

મૃતકોની ઓળખ સ્વિર્ટ્ઝલેન્ડના 63 વર્ષીય મેલા ક્રોટલી અને 67 વર્ષીય માર્કલ ક્રોટલીના રૂપમાં થઇ છે. ગાયત્રીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે વિકાસ અને તે ઈટલીમાં છે. તેઓ ત્યાં એક રોડ અકસ્માતના શિકાર થયા છે.

જે સમયે આ અકસ્માત સર્જાયો તે સમયે પાછળ ચાલી રહેલી એક કાર દ્વારા વીડિયો લેવામાં આવી રહ્યો હતો. આ વીડિયોમાં સામે જઇ રહેલી મીનિ ટ્રકની પાછળ એક પછી એક લગ્ઝરી કારો ઝડપથી ચાલતી જોવા મળી રહી છે. ગાયત્રી પણ પોતાના પતિની સાથે લેમ્બોર્ગિની કારમાં જઇ રહી હતી અને તેની આગળ પાછળ અન્ય લગ્ઝરી કારો ઓવરટેક કરતી જોવા મળી રહી છે.

જોત જોતામાં લેમ્બોર્ગિની કાર ફરારી કારને ટક્કર મારે છે અને ટ્રક રસ્તાથી ઉપર હવામાં પલટી મારતો જોવા મળે છે. ત્યાર બાદ ફરારી કારમાં આગ લાગી ગઇ, જેને લીધે કારમાં બેઠેલા સ્વિસ કપલનું ઘટના સ્થળે જ મોત થયું.

જણાવીએ કે, ગાયત્રી જોશીએ 2004માં ફિલ્મ સ્વદેશ દ્વારા બોલિવુડમાં એન્ટ્રી મારી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો. જોકે, આ ફિલ્મ પછી ગાયત્રીએ અભિનયથી અંતર બનાવી લીધું અને ઓબેરોય કંસ્ટ્રક્શનના મેનેજિંગ ડિરેક્ટર વિકાસ ઓબેરોય સાથે લગ્ન કરી લીધા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp