દુનિયાના સૌથી મોટા કરોળિયાના કારણે થયો અકસ્માત, હૉસ્પિટલમાં દાખલ થવાની આવી નોબત!

PC: aajtak.in

દુનિયમાં રોજ ક્યાંક ને ક્યાંક રોડ અકસ્માત થાય છે. લોકોના મોત થાય, ઇજાગ્રસ્ત થાય છે. થોડા સમય માટે ચર્ચા ચાલે છે અને પછી શાંતિ, પરંતુ ત્યારે શું જ્યારે પુરપાટ ઝડપે જતી બાઇકથી જઇ રહેલો બાઇકર, એક કરોળિયા સાથે ટકરાઇ જાય અને અકસ્મા કંઇક એવો હોય કે તેનાથી બાઇકરે હૉસ્પિટલ જવું પડે. કેલિફોર્નિયામાં રોડ પર કરી રહેલો ટારેંટયુલા કરોળિયા સાથે એક બાઇક સવારની ટક્કર કંઇક એવી થઇ કે ત્યારબાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવો પડ્યો.

ઘટના કેલિફોર્નિયા સ્થિત ડેથ વેલી નેશનલ પાર્કની છે. ધોરીમાર્ગ 190 પર પોતાની બાઇકથી જઇ રહેલા સ્વિત્ઝરલેન્ડના બે પર્યટકોએ રોડ પાર કરતા એક કરોળિયાને જોયો અને બ્રેક મારી દીધી. જેથી તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયા અને પછી નોબત એવી આવી ગઇ કે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન સેવા (NPS)નું એક નિવેદન વાયરલ થયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાઇક પર સવાર એક 24 વર્ષીય કેનેડિયનસ આગળ જઇ રહેલી એક કેમ્પર વેન ટકરાઇ ગયો.

ઘટના પર વાત કરતા રાષ્ટ્રીય ઉદ્યાન સેવાએ એમ પણ કહ્યું કે, ભલે આ અકસ્માતમાં બાઇકર ઇજાગ્રસ્ત થયો હોય, પરંતુ કરોળિયો સકુશળ રસ્તો પાર કરવામાં સફળ થયો અને તેને કોઇ પ્રકારની કોઇ ઇજા થઇ નથી. બાઇક સવારને સારવાર માટે પહરમ્પ, નેવાદામાં ડેઝર્ટ વ્યૂ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો. હાલમાં તેની સ્થિતિ કેવી છે? તેની કોઇ જાણકારી નથી. NPS સુપ્રિટેન્ડેન્ટ માઇક રેનોલ્ડ્સ, જે દુર્ઘટનાસ્થળ પર સૌથી પહેલા પહોંચ્યા હતા. તેમણે એવી જગ્યા પર લોકોને ધીરે ધીરે ગાડી ચલાવવાનો આગ્રહ કર્યો છે.

અકસ્માત પર વાત કરતા તેમણે કહ્યું કે, ગત દિવસોમાં આવેલા પૂરથી થયેલી ક્ષતિના કારણે અમારા રસ્તા પર અત્યારે પણ બાજરીના ટુકડા અને બધા વન્યજીવ બહાર છે. ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટમાં જ અહી હિલેરી નામનું તોફાન આવ્યું હતું, જેના કારણે ભીષણ પૂર આવ્યું અને પાર્કના મોટા ભાગે રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ કારોળિયા બાબતે NPSએ કહ્યું કે, તે પ્રાયઃ શરદ ઋતુમાં જોવા મળે છે. તો એ ચેતવણી પણ આપવામાં આવી છે કે, લોકોએ તેમનાથી પણ સાવધાન રહેવાની જરૂરિયા છે કેમ કે અત્યારે તેમના મળવાની મૌસમ છે અને તેઓ પોતાનું દર છોડીને સાથીની તપાસમાં આમ-તેમ ભટકે છે.

ઉલ્લેખનીય છે કે પ્રાણીઓના કારણે થયેલા અકસ્માતની આ ઘટના અમેરિકન રાષ્ટ્રીય ઉદ્યાનો માટે કોઇ નવી નથી. અગાઉ પણ તમામ એવી ઘટના સામે આવી છે જેમાં અથવા તો બેદરકારીના કારણે પ્રાણીઓએ લોકો પર હુમલો કર્યો કે પછી તેમના અચાનક સામે આવી જવા પર લોકોનો અકસ્માત થયો, જેથી લોકો ન માત્ર ઇજાગ્રસ્ત થયા, પરંતુ તમામ લોકોના મોત પણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp