અમેરિકામાં હિન્દુ મંદિર પર ભારતવંશીએ કેમ કર્યો કેસ? માગ્યું 10 લાખ ડોલરનું વળતર

PC: indiatoday.in

અમેરિકમાં ભારતીય મૂળના એક વ્યક્તિએ હિન્દુ મંદિર અને તેના સંગઠન વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેના 11 વર્ષના દીકરાનો બ્રાન્ડિંગ માટે ઉપયોગ કર્યો. તેણે દાવો કર્યો કે, મંદિરે તેના દીકરાને ભગવાન વિષ્ણુની જેમ દેખાડ્યો અને તેના ખભા પર બે જગ્યાએ ગરમ સળિયો પણ લગાવ્યો. તેણે તેના માટે 10 લાખ ડોલર (ભારતીય ચલણ મુજબ લગભગ 8.3 કરોડ રૂપિયા)ના વળતરની માગ કરી છે. આ ઘટના ટેક્સાસના શુગર લેન્ડમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરની છે.

આ મામલે વિજય ચેરુવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઘટના ઓગસ્ટમાં થઈ હતી. તેનાથી ન માત્ર તેના પુત્રને દર્દ સહેવો પડ્યો, પરંતુ જિંદગીભર માટે જખમ પણ મળી ગયો. ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ, ચેરુવે જણાવ્યું કે, 'હું તેને જોઈને ચોંકી ગયો હતો. મને સમજ આવતી નહોતી કે તેને કેવી રીતે સંભાળવામાં આવે. મારી સૌથી મોટી ચિંતા પોતાના પુત્રની ભલાઈ છે. ચેરુવે ફોર્ડ બેન્ડ કાઉન્ટીમાં કેસ દાખલ કર્યો છે. કેસ મુજબ ચેરુવે શ્રી અષ્ટલક્ષ્મી મંદિર અને તેના સંગઠન જીયાર એજ્યુકેશન ટ્રસ્ટ પાસે 10 લાખ ડોલરના વળતરની માગ કરી છે.

શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં ગયા વર્ષે ઓગસ્ટમાં થયેલા સમારોહમાં 100થી વધુ લોકો સામેલ થયા હતા. તેમાં 3 બાળકો પણ હતા. જેમાંથી એક ચેરુવનો દીકરો પણ હતો. ચેરુવની પૂર્વ પત્ની તેને મંદિર લઈ ગઈ હતી. આરોપ છે કે બાળકની ઈચ્છા અને પિતાની જાણકારી અને સહમતી વિના તેને ગરમ સળિયો લગાવવામાં આવ્યો. ચેરુવના વકીલ બ્રેન્ટ સ્ટોગ્નરે જણાવ્યું કે ટેક્સાસમાં બ્રાન્ડિંગ માટે બાળકોનો ઉપયોગ કરવો કાયદા વિરુદ્ધ છે, ભલે તેમાં માતા-પિતાની સહમતી કેમ ન હોય.

પીડિતના છોકરાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, હું ખૂબ હેરાન હતો. મને ખબર નહોતી કે એવું કંઇક થવાનું છે. જ્યારે મારા ખભા પર ગરમ રોડ મૂક્યો તો મને એટલો દર્દ થયો કે લગભગ હું રડી પડ્યો. તેમને ખબર હતી કે તેમણે જે કર્યું તે ખૂબ ખોટું હતું કેમ કે તેમણે મને આ બાબતે કોઈને બતાવવાની ના પાડી હતી, પરંતુ જ્યારે દર્દ સહન ન થયું અને ઇન્ફેક્શન ફેલાયું તો મારે પોતાના પિતાને બધુ બતાવવું પડ્યું. ચેરુવે જણાવ્યું કે, તેની પૂર્વ પત્ની તેના પુત્રને મંદિર લઈ ગઈ હતી. હવે તેનો દીકરો થેરેપી લઈ રહ્યો છે. તે ખૂબ ડરેલો છે. માનસિક રૂપે પણ પરેશાન છે અને હંમેશાં દર્દમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp