આ દેશની સરકાર દેશની અર્થવ્યવસ્થા સુધારવા પોતાના નાગરિકોના ખાતમાં નાખશે 23000 રૂ.
જરા વિચારો કે દરેક વ્યક્તિના ખાતામાં 23,000 રૂપિયા આવી જાય અને પાછા પણ ન કરવા પડે તો કેટલી ખુશીની વાત હશે. ઘણા પરિવારોનું તો નસીબ જ બદલાઇ જશે. એક સરકાર એવી યોજના લઇને આવી છે અને ઑગસ્ટથી તેને લાગૂ કરવા જઇ રહી છે. તેના માટે દરેક વ્યક્તિએ માત્ર ડિજિટલ કેશ હેન્ડઆઉટ્સ’ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેને ઑગસ્ટથી જ પૈસા મળવાના શરૂ થઇ જશે. તેનું ઉદ્દેશ્ય લોકોને ખર્ચ કરવા પૈસા આપવાનું છે જેથી દેશની અર્થવ્યવસ્થા સુધારી શકાય.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પણ કંઇક આ જ પ્રકારે લોકોને દર મહિને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. આ અનોખો પ્રયોગ થાઇલેન્ડમાં થવા જઇ રહ્યો છે. થાઇલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિને સોમવારે કહ્યું કે, અમે લોકો માટે ડિજિટલ વૉલેટ સ્કીમ લાગૂ કરવા જઇ રહ્યા છીએ. જે લોકો પણ તેના માટે રજીસ્ટ્રેશન કરાવશે. તેમને 10 હજાર Baht (લગભગ 23 હજાર રૂપિયા) મળશે. તેને લોકોએ લોકલ પ્રોડક્ટ્સની ખરીદી પર ખર્ચ કરવો પડશે. પહેલા ચરણમાં અમે 50 લાખ નાગરિકોને તેના માધ્યમથી પૈસા આપશે. રજિસ્ટ્રેશન 1 ઑગસ્ટથી શરૂ થશે.
શ્રેથા થાવિસિનની પાર્ટી ફૂ થાઇએ ચૂંટણી દરમિયાન ડિજિટલ વૉલેટ આપવાનો વાયદો કર્યો હતો. સરકારને ખબર છે કે તેનાથી ખજાના પર આર્થિક ભાર વધશે. પરંતુ તેનું માનવું છે કે તેનાથી GDPમાં 1.2 થી 1.6 ટકા સુધી વધારો થશે. થાઇલેન્ડના નાણાં ઉપ મંત્રીએ કહ્યું કે, સ્કીમપર લગભગ 450 અબજ Baht ખર્ચ કરવામાં આવશે. તેના માટે બજેટની વ્યવસ્થા કરી લીધી છે. જે લોકો અને દુકાનદરોએ ગત વખત આ સ્કીમનો લાભ લેવા છેતરપિંડી કરી હતી, તેમને આ યોજનાનો લાભ નહીં મળે.
જાણો શું રાખવામાં આવી છે શરતો:
એવું નથી કે તમે આ પૈસા જ્યાં ઇચ્છો ત્યાં ખર્ચ કરો. આ ખર્ચ કરવાની કેટલીક સીમાઓ હશે. બની શકે કે તેલ, કોઇક પ્રકારની સર્વિસ અને ઓનલાઇન શોપિંગમાં તમે તેનો ઉપયોગ ન કરી શકો. ઉપ નાણાં મંત્રીએ કહ્યું કે, આગામી અઠવાડિયે અમે તેની લિસ્ટ સાર્વજનિક કરી દઇશું. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, આ વૉલેટ 16 વર્ષ કે તેનાથી વધારે ઉંમરવાળાને જ મળશે, પરંતુ પછી કહેવામાં આવ્યું કે, જે પણ ગરીબ છે, તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે. તેનો લાભ લેવા માટે વાર્ષિક આવક 840,000 Baht એટલે કે 19.40 લાખથી ઓછી થવી જોઇએ. થાઇલેન્ડની અર્થવ્યવસ્થા ડગમગી રહી છે. આ મહિને વર્લ્ડ બેન્કે અનુમાન લગાવ્યું હતું કે વર્ષ 2024માં થાઇલેન્ડની GDP માત્ર 2.4 ટકાના દરથી વધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp