51 વર્ષીય કરોડપતિ 30 વર્ષીય છોકરી સાથે કરશે ચોથા લગ્ન, બોલ્યો- સાચો પ્રેમ...

PC: dailymail.co.uk

અમેરિકામાં રહેતા 51 વર્ષીય કરોડપતિ બ્રેન્ડન વેડ ચોથી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે, તેની પત્ની 21 વર્ષની ડાના રોજવેલ હશે. બ્રેન્ડન એક ડેટિંગ વેબસાઈટ ચલાવે છે. આ જ વેબસાઈટ પર તેની અને રોજવેલની મુલાકાત થઇ હતી. થોડા દિવસો પછી બંનેને એક-બીજા સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ સગાઇ કરી લીધી હતી. હવે આ દંપત્તિ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.

બ્રેન્ડન વેડ કહે છે કે, ડાના રોજવેલના રૂપમાં તેને સાચ્ચો પ્રેમ મળ્યો છે અને હવે તે તેની સાથે આગળનું જીવન જીવવા ઈચ્છે છે. જો કે, ક્યારેક તેને પ્રેમના વિશે કહ્યું હતું કે, ‘ગરીબ લોકો દ્વારા પ્રેમનું સર્જન કરવામાં આવ્યું છે’, પણ હવે તે રોજવેલને પોતાનો સાચો પ્રેમ કહી રહ્યો છે.

કપલની વચ્ચે 30 વર્ષનો એજ ગેપ

બ્રેન્ડન વેડ ડાના રોજવેલની વચ્ચે 30 વર્ષનો એજ ગેપ છે. 2020ના અંતમાં મળ્યા પછી બંનેએ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો. ‘ડેલી મેઇલ’ના એક રિપોર્ટ મુજબ, બ્રેન્ડને રોજવેલ સાથે તલાક ન લેવાની શપથ લીધી છે. હકીકતમાં, બ્રેન્ડનના છેલ્લા ત્રણ લગ્નો તૂટી ચૂક્યા છે. તેના જીવનમાં અનેક ગર્લફ્રેન્ડ્સ પણ રહી છે, પણ તેનો કોઈની સાથે પણ સંબંધ વધુ સમય માટે રહ્યો નથી.

બ્રેન્ડને જણાવ્યું કે, ત્રણ લગ્નો તૂટ્યા પછી અનેક મહિલા પાર્ટનર્સ બની, પણ રોજવેલ મળી ત્યાં સુધી તેને પ્રેમ નથી થયો. તેને કહ્યું કે, રોજવેલે મારી જોવાની, વિચાર કરવાની પદ્ધતિ બદલી છે. તે કહે છે કે, ‘મારું અને રોજવેલનો પ્રેમ શાશ્વત અને આ જીવનથી અલગ છે.’

બ્રેન્ડને આગળ કહ્યું કે, ‘જ્યારે અમે પ્રથમ વાર મળ્યા હતા, ત્યારે અમારા બંનેમાંથી કોઈ પણ લગ્ન કરવા ઇચ્છતા નહોતા, પણ હવે અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. કેમ કે, અંતે અમે સમજી ગયા કે પ્રેમ શું છે?’

કોણ છે બ્રેન્ડન?

બ્રેન્ડન વેડ એક અમેરિકન બિઝનેસમેન છે, તે એક ઓનલાઈન ડેટિંગ કંપની InfoStream Groupનો સંસ્થાપક અને CEO છે. પહેલા તે એક સોફ્ટવેર એન્જિનિયર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp