53 વર્ષની દાદીએ એવી બોડી બનાવી કે 20 વર્ષના છોકરાઓ પણ ડેટ પર લઇ જવા મનાવે છે

PC: instagram.com

હાલમાં એક 53 વર્ષની સુપર ફિટ મહિલા ચર્ચામાં છે. તે બે બાળકોની દાદી છે અને દાવો કરે છે કે, તેને તેનાથી અડધી ઉમરના છોકરાઓ રેગ્યુલરલી ડેટ માટે પૂછે છે. તેને પોતાની સુપર ફિટ બોડીના પાછળનો રાજ જણાવ્યો, જેથી તે યંગ દેખાય છે.

મહિલાનું નામ એન્ડ્રીયા સનશાઇન છે, તે 53 વર્ષની બોડી બિલ્ડર છે અને લંડનની રહેવાસી છે. એન્ડ્રીયા રોજ ઓછામાં ઓછો ત્રણ કલાકનો સમય જિમમાં વિતાવે છે અને તે પોતાના ડાયટને લઈને પણ ખૂબ જ સીરીયસ છે. એન્ડ્રીયા મહિનામાં 150 ઈંડા અને અંદાજે 10 કિલોગ્રામ શક્કરિયા ખાય છે. તે સલાડ અને શાકભાજી પણ ખાવાનું પસંદ કરે છે. તેમાં પણ વિશેષ રીતે પોષ્ટિક તત્વો ધરાવતી બ્રોકલી.

ડેલી મેલ સાથેની વાતચીતમાં એન્ડ્રીયાએ કહ્યું કે, એગ્સની સંખ્યા આશ્ચર્યચકિત કરનારી છે. પણ તે સત્ય છે, હું રોજ ઘણા સમય સુધી ટ્રેનિંગ કરું છું અને મારું ડાયટ એક ન્યૂટ્રીશનીસ્ટે નક્કી કર્યો છે. હું હંમેશા સારું કરવાનો પ્રયત્ન કરું છું, જેના માટે આપણને કંઈક ગુમાવું પણ પડે છે.

એન્ડ્રીયા રોજ વર્ક આઉટ કરે છે, એટલે જ તેને વધુ માત્રામાં કેલેરીની પણ જરૂરીયાત હોય છે. તે 6થી 8 વાર ખાય છે. જેમાં અંદાજે 3,500 કેલેરી હોય છે. એક વયસ્ક મહિલાએ રોજ જમવામાં 2000 કેલેરી કેવી જોઈએ. જો કે, આ અન્ય અનેક વસ્તુઓ પરથી પણ નકકી થાય છે. જેમ કે, ઉમર, શરીરનો બાંધો અને કેટલો વર્ક આઉટ કરે છે અથવા કોઈ બીમારી તો નથી ને?

પોતાનું ધ્યાન રાખવું એક્ટ ઓફ લવ છે

બોડી બિલ્ડર એન્ડ્રીયાએ કહ્યું કે, મને વર્ક આઉટ કરવું પસંદ છે, પોતાનું ધ્યાન રાખવું એક્ટ ઓફ લવ છે, જેને મે સમયની સાથે શીખ્યું છે, મને શું ખાવું છે તે હું પોતે નક્કી કરું છું, જ્યારે મારું મન થાય, ત્યારે હું ફેટ અને સ્વીટ ખાવાનું બંધ કરી દઉં છું.

એન્ડ્રીયા પર ઘણા બધા ઈંડા ખાવાની અસર જોવા મળે છે. તેનો ઓનલાઈન ફેનબેસ ખૂબ મોટો છે. એન્ડ્રીયાને તેનાથી અનેક ગણા નાના ફેન્સ પણ તેને ડેટ માટે પૂછે છે. ઈન્સ્ટાગ્રામ પર એન્ડ્રીયાના 60 હજારથી વધુ ફોલોઅર્સ છે.

એન્ડ્રીયાએ કહ્યું કે, લોકો તેને બીસ્ટ કહે છે. તેનું કહેવું છે કે, સુંદર અને મેચ્યોર દેખાતી મહિલાઓ પર યંગ પુરૂષોનું ક્રશ હોય છે, તેઓ આ કારણે જ મને પસંદ કરે છે. આ પુરૂષોમાં મહત્તમ પુરુષો 30 થી 35 ઉમરના હોય છે, પણ અનેક 25 વર્ષથી ઓછી ઉમરના પણ હોય છે.

 
 
 
View this post on Instagram

A post shared by Andréa Sunshine (@andrea__sunshinee)

એન્ડ્રીયાએ કહ્યું કે, મને ફિટનેસ ગ્રેંડમા કહેવાથી મને કોઈ સમસ્યા નથી. કેમ કે, હું મારા સૌથી સારા શેપમાં છું અને ખૂબ જ હેલ્ધી છું. એવું માનવામાં આવે છે કે, મહિલાઓએ વધતી ઉમરની સાથે માત્ર ઘર અને પરિવાર પર સમય આપવો જોઈએ, પણ તે બંને કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp