બ્રિટનની આ મહિલાએ પોતાના પાળતું કૂતરા માટે બનાવ્યું 5 કરોડ રૂપિયાનું ડાયમંડ કોલર
એક મહિલાએ પોતાના પાળતું કૂતરા માટે એવું કામ કર્યું કે, જેના વિશે સાંભળીને લોકો હેરાન થઇ ગયા હતા. હકીકતમાં મહિલાએ કૂતરા માટે કરોડો રૂપિયાનું હીરાનું કોલર બનાવ્યું હતું. આટલું જ નહીં હવે આ કૂતરા અને કોલરની સુરક્ષા માટે મહિલાએ બોડીગાર્ડ પણ રાખ્યો છે.
‘ધ સન’ના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનના લંડનમાં રહેતી 37 વર્ષીય જ્વૈલર નૈથલી નોફે પોતાના ડોગી માટે 5 કરોડ રૂપિયાની એક ડાયમંડ ચેન નુમા કોલર બનાવી હતી. એક ડોગ શોમાં કૂતરાના ગળામાં હિરાની મોંઘી ચેનને જોઈ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, આ ચેન 15 કેરેટ હીરાથી બનેલી હતી.
સુરક્ષા માટે રાખ્યો બોડીગાર્ડ
નૈથલીએ જણાવ્યું કે, કૂતરા અને તેના ગળામાં પહેરાવેલી હીરાની ચેનની સુરક્ષા કરવા માટે એક બોડીગાર્ડને નોકરી પર રાખ્યો છે. બોડીગાર્ડ દરેક સમયે કૂતરાનું ધ્યાન રાખે છે. નૈથલી પોતાના કૂતરાને કંઈક એવું આપવા ઈચ્છતી હતી, જેને દરેક વ્યક્તિ જોવે, એટલે જ તેને હીરાની ચેન બનાવી હતી. તેનો કૂતરો Pomeranian બ્રીડનો છે, જે હવે 4 વર્ષનો છે.
તે કહે છે કે, કૂતરાને પણ અધિકાર છે કે, તે પોતાના માલિકની જેમ સુંદર દેખાય. હું હીરાના ચેનની ચોરી થવાના વિશે ચિંતિત નથી, કેમ કે ડોગીની 24 કલાક સુરક્ષા કરવા માટે બોડીગાર્ડની એક ટીમ છે, જે હંમેશાં તેની સાથે રહે છે. નૈથલીનું કહેવું છે કે, તે પોતાના કૂતરાને આટલો પ્રેમ કરે છે, તેની આગળ ચેનનું કોઈ મહત્ત્વ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp