કુવૈતમાં જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તે રસોડામાં 24 સિલિન્ડર હતા

કુવૈતના માંગાફ શહેરમાં બુધવારે સવારે જે ભીષણ આગની દુર્ઘટના બની હતી તેમાં ભારતીયોના મોતનો આંકડો વધીને 49 પર પહોંચ્યો છે. બુધવારે મળસ્કે સાડા ચાર વાગ્યે 6 માળની બિલ્ડીંગમાં આગ ફાટી નિકળી હતી ત્યારે કામદારો ઉંઘમાંજ ભડથું થઇ ગયા હતા, કારણકે મોટા ભાગના કામદારો નાઇટ શિફ્ટ કરીને આવ્યા હતા.

કુવૈતના સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિલ્ડીંગના ગ્રાઉન્ડ પર જે રસોડામાં આગ લાગી હતી ત્યાં ગેસના 24 સિલિન્ડર હતા. તેમાંથી ગેસ લિકેજને કારણે આગ લાગી હોય શકે છે. હજુ આગ લાગવાનું સાચું કારણ સામે આવ્યું નથી.

મૃતદેહોને કુવૈતથી ભારત લાવવા માટે ભારત સરકારે એર ફોર્સ વનને કુવૈત મોકલી દીધું છે. જો કે અનેક લોકો એટલા ખરાબ રીતે દાઝ્યા છે કે તેમની એળખ કરવી મુશ્કેલ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp