બે જુડવા બહેનોના બાળકો જુદા-જુદા દિવસે જન્મ્યા છતા દેખાય છે એક જેવા

PC: hindi.news18.com

કુદરતની રમત આગળ બધું જ ફેલ છે, એ વાત અનેક ઘટનાઓ પરથી સિદ્ધ થાય છે. હાલમાં જ બે બહેનોએ કુદરતની અનોખી રમત વિશે જણાવતા કહ્યું કે, તેમના બંને બાળકો ભાઈઓ છે, કઝીન્સ નહીં પણ બંને જુડવા છે. આ વાત સાંભળવામાં થોડીક અજીબ લાગે છે, પણ વાસ્તવિકતા આ જ છે કે બે જુદા-જુદા માતા-પિતાના બાળકો જુદા-જુદા સમયે જન્મેલા હોવા છતાં પણ જુડવા છે.

દેખાવામાં તે બાળકો એકદમ એક જેવા જ લાગે છે, આ બંને બાળકો માત્ર કપડા જ એક જેવા નથી પહેરતા પણ તેઓ એક જેવા જ રમકડાઓ, એક જેવું ઘર, એક જેવા માતા-પિતા સાથે રહે છે અને બંને પણ એક જેવા જ દેખાય છે.

જુડવા માતા-પિતાના જુડવા બાળકો

બંને બહેનોના કહેવા મુજબ, તેમના બંને બાળકો સંબંધમાં તો ભાઈઓ થાય છે જ પણ તેઓ પિતરાઈ ભાઈ અને જુડવા ભાઈ પણ છે. વાત એવી છે કે, બ્રિટની અને બ્રિયાના બંને આઇડેન્ટિકલ જુડવા બહેનો છે. તે બંનેએ જોશ અને જેરેમી નામના બે આઇડેન્ટિકલ જુડવા ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. તે ચારેય લગ્ન પછી એક જ ઘરમાં રહેતા હતા. હવે તેમના એક-એક બાળકો થઇ ચુક્યા છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે તેમણા બાળકો જે જુદા-જુદા દિવસે જન્મ્યા તે પણ જુડવા છે.

એક જ DNA હોવાના કારણે બાળકો પણ એક જેવા થયા

બે જુદા-જુદા દંપત્તિના બાળકો જુડવા હોવાની વાતથી લોકો તો આશ્ચર્યચકિત છે જ પણ લોકોએ બાળકો જુડવા હોવાનું કારણ તેમના માતા-પિતાનું આઇડેન્ટિકલ જુડવા હોવાનું કહી રહ્યા છે. જો કે, બંને બાળકોના માતા અને પિતા એક જેવા હોવાથી બાળકો પણ એક જેવા દેખાય તો નવાઈ નથી. કુદરતી રીતે જ તેઓ એક જેવા દેખાવા લાગ્યા, કેમ કે, તેમના પેરેન્ટસનો DNA એક જ હતો. પછી બંને બાળકો એક જ મહિનાની જુદી-જુદી તારીખ જન્મેલા હોવા છતાં તેમની ઉમરમાં પણ કોઈ ખાસ અંતર નથી, એટલે જ બંને બાળકો શારીરિક દૃષ્ટિએ અને ચહેરાથી પણ એક જેવા બની ગયા.

બંને દંપત્તિ હમેશાં એક જેવા કપડાઓ પહેરે છે અને હંમેશા એક સાથે જ ફરવાનું પસંદ કરે છે. આ લોકો પોતાની જુડવા ફેમિલીની ઓળખાણને ખૂબ એન્જોય પણ કરે છે. એક જુડવા સંમેલનના દરમિયાન જ બ્રિટની અને બ્રિઆના, જોશ અને જેરેમીની મુલાકાત થઇ હતી અને ત્યાર પછી આ લોકોએ લગ્નનો નિર્ણય લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp