4 વર્ષના બાળકે ક્લાસમેટને ભેટમાં આપ્યું 20 તોલા સોનું

PC: jagbani.punjabkesari.in

તમે KG અને નર્સરીના બાળકો પાસેથી ભેટ તરીકે શું અપેક્ષા રાખી શકો? તમે વધારેમાં વધારે પેન્સિલ અને ચોકલેટની અપેક્ષા રાખી શકો છો. જો કે, આ દુસ્સાહસ કરનારા બાળક જેની વાર્તા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેણે તેના ઘરની મિલકત તેના ક્લાસમેટને ભેટમાં આપી દીધી.

તમે બાળકોની મિત્રતાની ઘણી વાર્તાઓ સાંભળી હશે અને તેને સાંભળવાની આપણને ઘણી મજા પણ આવે છે. જો તમે દિવસભર તેમની સુંદર ક્રિયાઓ અને નિર્દોષ વાતો સાંભળતા અને જોતા રહો તો તમને કંટાળો નહીં આવે. જો કે, જો બાળક કંઈક અણધાર્યું કરે છે, જેની તમે કલ્પના પણ ન કરી હોય, તો તમને મોટું નુકસાન થઈ શકે છે. આવું જ કંઈક પડોશી દેશ ચીનના એક પરિવારમાં થયું.

તમે KG અને નર્સરીના બાળકો પાસેથી ભેટ તરીકે વધારેમાં વધારે પેન્સિલ અને ચોકલેટની અપેક્ષા રાખી શકો છો. વધુમાં વધુ તે પોતાનું એક મોંઘું રમકડું કોઈને આપી શકે છે. જો કે, કોઈ ના પણ કલ્પના બહારનું દુસ્સાહસ કરનારા બાળકની વાર્તા આજે અમે તમને જણાવીશું, તેણે તેના ઘરની મિલકત તેના ક્લાસમેટને ભેટમાં આપી. આ પાછળનું કારણ સાંભળીને તમે હસવાનું રોકી શકશો નહીં.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ મામલો ચીનના સિચુઆન પ્રાંતનો છે. અહીં, બાલમંદિરમાં ભણતા બાળકને તેની સાથે ભણતી એક સહપાઠી એટલી ગમી ગઈ કે, તેણે તેની સાથે લાંબુ ભવિષ્ય જોવાનું શરૂ કર્યું હતું. જો કે બાળકોની ઉંમર લગભગ 4-5 વર્ષની હશે, પરંતુ તેની પ્રતિબદ્ધતા સાબિત કરવા માટે, છોકરાએ ઘરેથી 100 ગ્રામના બે સોનાના બિસ્કિટ લીધા અને છોકરીને ભેટમાં આપ્યા. જ્યારે તે નાની છોકરી તેને લઈને ઘરે પહોંચી અને તેના માતા-પિતાને એ ગિફ્ટ બતાવી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા.

સારું થયું કે, છોકરીના માતા-પિતાએ છોકરાના માતા-પિતાનો સંપર્ક કર્યો અને તેમને આખી વાત કહી. છોકરાના માતા-પિતાનું કહેવું છે કે, તેઓએ તેમના પુત્રને કહ્યું હતું કે, સોનાની લગડીઓ તેની ભાવિ પત્ની માટે રાખવામાં આવી છે. જો કે, તેમને બિલકુલ અપેક્ષા નહોતી કે, બાળક તેમને જાણ કર્યા વિના કોઈ છોકરીને આપી દેશે. આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જો કે, આ ઘટના જેટલી રસપ્રદ છે, તેટલી જ સાવધાન કરાવનારી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp